પોલીસે કેમ શરૂ કરી પિધેલા ઈસમોને પકડવાની વાન, ખાસ સર્ચ ઓપરેશન વિશે વાંચો
નરેન્દ્ર પેપરવાલા/નર્મદાઃ શુક્રવારે ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે નર્મદા જિલ્લામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવામાં કરજણ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે 1 હજાર કરતા…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદાઃ શુક્રવારે ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે નર્મદા જિલ્લામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવામાં કરજણ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે 1 હજાર કરતા વધુ નાના મોટા ગણપતિઓને લઈને લોકો આવે એવી શક્યતા સેવાઈ રહી હતી. જોકે પોલીસે આ દરમિયાન દારૂનુ સેવન કરીને કોઈ ઉજવણી કરવા માટે ન આવે એની ખાસ તકેદારી રાખવા માટે પોલીસે બંદોબસ્ત કર્યું હતું. આ વાન પર ખાસ બોર્ડ મારવામાં આવ્યું હતું કે પીધેલા ઈસમોને પકડવાની વાન. જે અત્યારે ઘણુ વાઈરલ થઈ રહ્યું છે.
લોકોને ડૂબતા બચાવવા પોલીસની પહેલ
નર્મદા પોલીસ અને રાજપીપળા ટાઉન પોલીસે દારૂના દૂષણને ડામવા માટે એક ખાસ વાન દોડતી કરી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ ઈસમ દારૂ પીને વિસર્જન કરવા ન જાય એની ખાસ કાળજી રખાશે. નોંધનીય છે કે ઉજવણી કરવાના ઉત્સાહમાં લોકો ભાન ન ભૂલે અને નશાયુક્ત પીણું ન પીવે એની તકેદારી પોલીસ રાખશે.
પીધેલી સ્થિતિમાં ઈસમોની ધરપકડ કરાશે
નર્મદા પોલીસ દ્વારા પીધેલી સ્થિતિમાં ગણેશ વિસર્જન કરવા આવતા લોકો સામે ચાપતી નજર રાખવમાં આવી રહી છે. નોંધનીય છે કે આ દરમિયાન પોલીસે એક ખાસ વાન પણ બનાવી છે. જેમાં બોર્ડ લગાવાયું છે કે પીધેલા ઈસમોને પકડવાની વાન. દારૂબંધી હોવા છતા લોકો હજુ પણ બેફામ દારૂ પીતા હોય છે. આને પગલે પોલીસ ચાપતી નજર રાખીને આવા ઈસમોને પકડવા માટે કાર્યરત થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT