ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ કરનારા પર પોલીસની લાલ આંખ, ધરપકડ કર્યા પછી..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ઉત્તરાયણ માટે ચાઈનીઝ દોરી સામે પ્રતિબંધ હોવા છતા આનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ પાલનપુરમાં ગાડીમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા. પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં તેમની પાસેથી 15 ચાઈનીઝ ફિરકીઓનો જથ્થો પણ કબજે કરાયો છે. અત્યારે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

ગાડીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ…
પાલનપુરમાં ગાડીમાં ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા તેમણે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જેમાં 2 શખસોની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. તેમની પાસેથી ચાઈનીઝ ફીરકી અને ગાડી પણ જપ્ત કરી દેવામાં આવી છે.

યુવકોએ ખરીદી કરતા ભાંડો ફૂટ્યો
ઉત્તરાયણ પહેલા લોકોમાં ચાઈનીઝ દોરીનો ક્રેઝ વધુ જોવા મળે છે. ત્યારે યુવકોએ આવી દોરી ખરીદતા જ પોલીસે વેચાણ કરતા વેપારીનો પર્દાફાશ કર્યો છે. નોંધનીય છે કે દોરી ગળામાં ભરાઈ જતા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજે છે. ત્યારે આને ટાળવા માટે તથા ચાઈનીઝ દોરી પક્ષીઓથી લઈ માણસો માટે પણ જોખમી હોવાથી વપરાશ પર પ્રતિબંધ જોવા મળે છે.

ADVERTISEMENT

પોલીસે આનું વેચાણ કરતા આરોપીઓ અને મુદ્દામાલને જપ્ત કરી લીધો છે. તેમની પાસેથી 3 હજાર રૂપિયાની ફિરકી તથા ગાડી જપ્ત કરી લીધી છે. તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

With Input: ધનેશ પરમાર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT