સાયલા નજીક ગંભીર કાર અકસ્માત, ટ્રેનિંગથી પરત ફરતા પોલીસ અધિકારીનું નિધન

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે જુનાગઢમાં અકસ્માત દરમિયાન પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. માર્ગ અકસ્માત દરમિયાન તેમની ગાડીનું પડીકું વળી ગયું હતું. એટલું જ નહીં તેઓ ખાસ ટ્રેનિંગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે માર્ગ અકસ્માત થતા તેમણે જીવ ગુમાવ્યો હતો. અત્યારે પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ

સાયલા નજીક કાર અકસ્માત
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જુનાગઢ એ ડીવીઝનના પી.એસ.આઈ ટ્રેનિંગ કરીને પરત ફર્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનો અકસ્માત થયો હતો. સાયલા નજીક તેમની ગાડીનું પડીકું વળી જતા જોવાજેવી થઈ હતી. વિગતો અનુસાર પોલીસ અધિકારી સાઈબર ક્રાઈમની ટ્રેનિંગ લઈને પરત ફરી રહ્યા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર

ગાડીનું પડીકું વળી ગયું
અકસ્માત દરમિયાન તેમની ગાડીનું પડીકું વળી ગયું હતું. અકસ્માત પછી તેમના અવસાનની માહિતી મળતા પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો છે. માર્ગ પર ગાડીની સ્થિતિ જોઈએ તો આગળના ભાગથી તેને ઘણુ નુકસાન પહોંચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે બીજીબાજુ માર્ગની વચ્ચે જ ગાડી ઉભી રહી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

With Input: ભાર્ગવી જોશી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT