અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આયોજિત ડાયરા સંદર્ભે પોલીસે કેમ ગુનો નોંધ્યો? આવું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આયોજિત ડાયરા સંદર્ભે ગુનો નોંધાયો છે. આ લોકડાયરા માટે રાતના 10 વાગ્યા સુધીની જ મંજૂરી હતી, છતાં રાત્રે 1 વાગ્યા સુધી ડાયરો ચાલતા જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઈ હતી. ડાયરામાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.

રાજુલાના મોરંગી ગામ નજીક ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન
રાજુલાના મોરંગી ગામ નજીક હોડાવાળી ખોડિયાર ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર સહિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી. જોકે રાતે 10 વાગ્યા સુધીની મંજૂરી હતી છતાં ડાયરો બંધ નહિ કરતા પોલીસ તંત્ર દ્વારા એક્શન લેવાયા હતા. ડુંગર પોલીસ સ્ટેશનમા અંબરીષ ડેરના ટેકેદાર સાગર રાદડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કલમ 188 મુજબ જાહેરનામાની પહેલી ફરિયાદ નોંધાઈ છે.

ADVERTISEMENT

મંજૂરીના સમય બાદ પણ ડાયરો ચાલુ રહેતા પોલીસ એક્શનમાં
નોંધનીય છે કે, આ ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા પણ ડાયરામાં હાજર હતા. જોકે ડાયરો મંજૂરી બાદ પણ ચાલુ રહેતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સાગર રાદડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે ચૂંટણી પહેલા આ પ્રકારનો ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે.

(વિથ ઈનપુટ: હિરેન રવિયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT