રૂ.70 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો, બુલડોઝર ફેરવી પોલીસે કરી કાર્યવાહી
દર્શન ઠક્કર/જામનગરઃ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યની સરહદમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં…
ADVERTISEMENT

દર્શન ઠક્કર/જામનગરઃ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યની સરહદમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. આમ પડાણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ
જામનગર જીલ્લાના પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો વિશાળ જથ્થો નાશ કરાયો હતો. SDM લાલપુર અને DYSP જામનગર ગ્રામ્યની હાજરીમાં કુલ રૂ. 70.65 લાખની અંગ્રેજી દારૂની બોટલોને પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આમ, ગાંધીનાં ગુજરાતમાં દારૂ બંધી તો છે, પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવે છે અને પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે.
70 લાખથી વધુની કિંમતના દારૂનો નાશ
જામનગરમાં 70 લાખ રૂપિયાથી વધુની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ જંગી જથ્થાનો નાશ કરી દેવાયો છે. આવી રીતે લાખો રૂપિયાની દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યું હતું. નોંધનીય છે કે થર્ટી ફર્સ્ટની પાર્ટી પહેલા અને પછી પણ આવી રીતે દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. અગાઉ થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પણ આવી રીતે બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT