પોલીસ ગ્રેડ-પે અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરેલા પોલીસ કોન્સ્ટેબલ સામે એક્શન લેવાયા
ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ગ્રેડ-પે (Grade Pay) અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે (Farmers Protest) આંદોલન કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ગ્રેડ-પે (Grade Pay) અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે (Farmers Protest) આંદોલન કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ખેડૂત અને પોલીસના ગ્રેડ-પેના પ્રશ્નોને લઈને ભૂખ હડતાળ પર ઉતરેલા પોલીસ કોન્સ્ટેબલને ફરજ પરથી મોકુફ કરી દેવાયા છે.
ખેડૂતોના પ્રશ્નો અને ગ્રેડ-પેને લઈ આંદોલન
પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા ખેડૂતો અને પોલીસ ગ્રેડ-પેની વિવિધ માગણીઓ સાથે બેનર દર્શાવી ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ કરી રહ્યા હતા. તેઓ અમદાવાદ રેલવે પોલીસમાં ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ સરદાર પટેલની પ્રતિમા પાસે ખેડૂતોને સિંચાઈમાં સમાન વીજદર, પોલીસને નવો પગાર ગ્રેડ આપવા તેમજ જુની પેન્શન યોજના અમલમાં મુકવા સહિતની માગણીઓ સાથે વિરોધ પર ઉતર્યા હતા.
ગોપાલ ઈટાલિયાએ પણ તસવીર શેર કરી
સોશિયલ મીડિયામાં આ પોલીસ કોન્સ્ટેબલની તસવીર પણ પોસ્ટર સાથે વાઈરલ થઈ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ તેમની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ક્રાંતિકારી વીર જવાન શ્રી અનિરુદ્ધસિંહની હિંમતને સલામ… ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતની પોલીસ માટે લડવા નીકળેલ પોલીસ જવાનની લડતને અમારું સમર્થન છે. બસ હવે પરિવર્તન આવી રહ્યું છે.
ADVERTISEMENT
ફરજ પરથી મોકુફ કરવાનો હુકમ
પોલીસ જવાને પહેરેલા ડ્રેસની નોંધ લેવાઈ હતી. જે બાદ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદની કચેરી દ્વારા તેમને ફરજ મોકુફનો હુકમ કરી દેવાયો હતો. બીજી તરફ અનિરુદ્ધસિંહે ફરીથી ગ્રેડ-પે મામલે આંદોલનની શરૂઆત કરતા આ મામલો ફરી એકવાર ગરમાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT