નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસ સતર્ક, 28 ચેક પોસ્ટ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન વ્યવસ્થા પહેલા પોલીસ પણ કડક બંદોબસ્તમાં લાગી ગઈ છે. આ દરમિયાન જોવા જઈએ તો રાજસ્થાનને જોડતો સરહદી વિસ્તાર અરવલ્લીમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ચૂંટણી સમયે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય એના માટે પોલીસે આ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.

પોલીસ અલર્ટ મોડ પર..
વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોની લેતીદેતી ન થાય એના માટે પોલીસ સતર્ક થઈ ચૂકી છે. ત્યારે અરવલ્લી જિલ્લો રાજસ્થાનને જોડતો સરહદી વિસ્તાર છે. ત્યારે અહીં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય એના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પણ અલર્ટ છે.

28 ચેક પોસ્ટ ઉભી કરાઈ
પોલીસે સઘન ચેકિંગ હાથ ધરવા માટે 28 જેટલી ચેક પોસ્ટ ઉભી કરી દીધી છે. ત્યારે બીજી બાજુ અહીં જિલ્લામાં મતદાન મથક પર 4376 જેટલો પોલીસનો સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ચૂંટણી વ્યવસ્થા શાંતિપૂર્ણ રીતે થાય એના માટે અત્યારે પોલીસ પણ ચાપતી નજર રાખીને બેઠી છે.

ADVERTISEMENT

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT