‘રાજકોટ, મોરબીના કારખાનેદારો તૈયારી કરો, તમારી પાસે વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવવાના કોન્ટ્રાક્ટ આવશે’
જામકંડોરણા: ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણામાં છે. જ્યાં તેમણે આજે જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે 20 વર્ષમાં થયેલા ગુજરાતના વિકાસની…
ADVERTISEMENT
જામકંડોરણા: ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણામાં છે. જ્યાં તેમણે આજે જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે 20 વર્ષમાં થયેલા ગુજરાતના વિકાસની તથા અગાઉના સમયમાં થતા કોમી હુલ્લડનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે આગામી દિવસમાં વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવવાનું પણ હબ બનશે તેવો અંદાજ સેવ્યો હતો.
‘હું પહેલો એવો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો છું’
PM મોદીએ કહ્યું કે, હું નથી માનતો જામકંડોરણામાં પહેલા આવું દ્રશ્ય જોવા મળ્યું હોય. મેં આજે છાપામાં વાચ્યું કે હું પહેલો એવો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો છું. મારે છાશવારે એવા કામ કરવાના આવે છે જે કોઈએ કર્યા નથી. થોડા દિવસો પહેલા મેં સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેને 21 વર્ષ પૂરા થયા. તેની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી. રાજકોટે મને આશીર્વાદ આપ્યા હતા.
ફરી યુવાનોને સંબોધીને બોલ્યા PM
વડાપ્રધાને કહ્યું કે, મારા આટલા લાંબા અનુભવના આધારે હું કહું છું. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં ગુજરાતને એક નવી ઓળખ પર લઈ જાય છે. અહીં 20-22-25 વર્ષના જવાનીયાઓ બેઠા હશે અમને ખબર પણ નહીં હોય કે એના પહેલાના દિવસો કેવા હતા. એ જ્યારે ઘોડિયામાં હતા ત્યાર મા-બાપના આંખોમાંથી કેવા આંસુ નીકળતા હતા તે તેમના કાને પણ નહીં પડ્યા હોય. અઢી દાયકા પહેલા ગુજરાતના વિકાસની વાત થાય તો દરિયા વચ્ચે બે-પાંચ ટાપુ ચમકતા હોય અને બાકી આખું ગુજરાત સુકૂ ભઠ્ઠ. રોજગાર માટે વલખા મારતા. આજે સરકારે આ પરિસ્થિતિ બદલી. આયોજન બદલ્યા. વડીલોને તો આ બધું સપના જેવું લાગતું હશે. એમણે તો ધારી લીધું હશે કે અહીં હવે કંઈ નવું થવાનું નથી. તેમની આંખોમાં ચમકારો જુઓ.
ADVERTISEMENT
પહેલા ગુજરાતમાં વારે તહેવારી લોહીની નદીઓ રેલાતી હતી
ઘરમાં નળ હોય, નળમાં પાણી હોય, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને વીજળી આવે આ દિવસોની અપેક્ષા કરતા હતા. બે ડોલ પાણી માટે અડઘો અડધો દિવસ પાણી માટે લાઈનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. આ દિવસો ભાઈઓ મહેનત અને આયોજનથી કરી બતાવ્યું છે. આજે નળથી જળ આવે તે માટેની જહેમત કરી છે. ગુજરાતમાં વાર તહેવારે લોહીની નદીઓ રેલાતી હતી. હુલ્લડોની ભરમાર રહેતી હતી. અહીંથી અમદાવાદ જવું હોય દીકરીના લગ્ન માટે કરીદી કરવા તો ફોન કરીને પૂછવું પડે કે અમદાવાદમાં કર્ફ્યૂ તો નથી ને ત્યારે અદાવાદ જવાય એવા દિવસો હતા. ભય અને આતંકના વાતાવરણમાં ગુજરાતને જીવવાની મજબૂરી પડી ગઈ હતી. આજે કોરોનાના બે વર્ષ બાદ ડાંડીયાની રમઝટ બોલાવી છે. આ વખતે દુનિયાના અનેક દેશના રાજદૂતો ગુજરાત જોવા આવ્યા અને ગરબા રમતા થઈ ગયા.
ગુજરાતમાં વિમાનના સ્પેર પાર્ટ્સ બનશે
આજે આપણે સ્પેરપાર્ટ્સ બનાવીએ છીએ, રાજકોટ, મોરબી, જામનગરના કારખાનેદારો તૈયારી કરો, એ દિવસ દૂર નહીં હોય જ્યારે તમારી પાસે વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના કોન્ટ્રાક્ટ આવશે. 20 વર્ષમાં ગુજરાતે સુશાનસ પર ધ્યાન આપ્યું. કાયદો વ્યવસ્થા પર ધ્યાન આપ્યું. સામાન્ય માણસ સુખચેનથી જીંદગી જીવે. જે લોકો છાશવારા હાકડા પડકારા કરતા હતા, સમાજને પીંખી નાખતા હતા એમને એમની જગ્યા બતાવી દીધી અને લોકો સુખ ચેનની જિંદગી જીવતા થઈ ગયા. છાશવારે કર્ફ્યૂ લાગવાનું બંધ થઈ ગયું. એ બધાથી કોઈનું નુકસાન નથી થયું. જેમણે એ રસ્તા બંધ કર્યા તે પણ હવે ફુલીફાલીને મોટા થયા છે અને સમાજ તેમનું પણ સન્માન કરવા લાગ્યું છે. જેમણે કાયદા-પાલન કરીને નિયમોમાંથી જિંદગી જીવવાની શરૂ કરી છે તેઓ પણ અભિનંદનને લાયક છે તેમણે ગુજરાતની શાંતિમાં યોગદાન આપ્યું છે.
ADVERTISEMENT
બેટ દ્વારકામાં દબાણ હટાવવા મુદ્દે ફરી મુખ્યમંત્રીની પીઠ થાબડી
આ બેટ દ્વારકાની ઓળખ જ બદલાઈ ગઈ હતી. અમારા ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ, ગેરકાયદેસર બધા કબજા હટાવી દીધા અને બધુ શાંતિ પૂર્વક પતાવી દીધું. જેવો સ્વભાવ ભૂપેન્દ્ર ભાઈનો છે એમની કામગીરી પણ એટલી શાંતિથી પતાવી દીધી. અભિનંદન ભૂપેન્દ્રભાઈને.
ADVERTISEMENT
ADVERTISEMENT