PM Modi આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું હશે વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાને ચૂંટણીના વર્ષમાં અનેક લાભો મળે છે અનેક યોજનાઓનું લોકાર્પણ થાય છે અને અનેક દિગ્ગજ નેતાઓના દર્શન થાય છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ગઢ ગુજરાતને જીતવા માટે એડી ચોંટીનું બળ લગાવશે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજથી તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જાણો વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ શું રહેશે?

આવો હશે PM મોદીનો સમગ્ર કાર્યક્રમ

  • તા.૨૭ ઓગષ્ટ, ૨૦૨૨ શનિવારે અંદાજે સાંજે ૫.૧૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે
  • ત્યાર બાદ સાંજે ૭.૩૦ કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે.
  • કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાનનો 28મી ઓગસ્ટનો કાર્યક્રમ આ મુજબ રહેશે

ADVERTISEMENT

  • તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે.
  • સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.
  • બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે.
  • મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે
  • અંદાજે સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.

    follow whatsapp

    ADVERTISEMENT