PM નરેન્દ્ર મોદીનો અંબાજી મંદિર સાથે શું છે વિશેષ નાતો? જુઓ આ તસ્વીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત/અંબાજી: બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ બાદ અંબાજી ખાતે દર્શન કરવા જવાના છે. જ્યાં તેઓ મંદિરમાં દર્શન અને પૂજા કરશે તથા મહાઆરતી પણ ઉતારશે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મા અંબાના પરમ ભક્ત રહ્યા છે.

દેશના 51 શક્તિપીઠમાંથી એક છે અંબાજી તીર્થસ્થળ
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડોની વચ્ચે આવેલું દેશના 51 શક્તિપીઠમા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતું જગતજનની જગદંબાનુ પવિત્ર અને પ્રાચીન તીર્થસ્થળ છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા બાદ યાત્રાધામ અંબાજીની ઓળખ દેશ અને વિશ્વભરમાં થઈ છે તે એક હકીકત છે.

ગુજરાતના CM બન્યા ત્યારે મા અંબાના ચરણોમાં મોદી શીશ ઝૂકાવવા આવ્યા હતા
અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે આ મંદિરમાં રાજકીય નેતાઓ અભિનેતાઓ અને વીઆઈપી લોકો પણ અવારનવાર દર્શન કરવા આવતા હોય છે. નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા આવ્યા હતા.

ADVERTISEMENT

માતાજીનું રક્ષાકવચ વડાપ્રધાને હાથમાં બંધાવ્યું હતું
અંબાજી શક્તિપીઠ દેશભરમાં જાણીતું છે અને વિદેશમાં પણ મોટી સંખ્યામાં અંબાના ભક્તો વસવાટ કરી રહ્યા છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. 2001 માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે વિદાય લીધા બાદ દિલ્હીથી અટલ બિહારી બાજપાઈ પ્રધાનમંત્રી દ્વારા નરેન્દ્ર મોદીને ગુજરાતની ગાદી સોંપવામાં આવી હતી. 2001માં મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખતમાં અંબાના દ્વારે દર્શન કરવા આવ્યા હતા અને તેમણે અંબાજી મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ મહેન્દ્રભાઈ ઠાકર પાસે રક્ષાકવચ પણ બંધાવ્યું હતું.

ADVERTISEMENT

ગયા મહિને જ ભટ્ટજી મહારાજ મહેન્દ્ર ભાઈ ઠાકર દેવલોક પામ્યા હતા. હાલમાં દેવાંગભાઈ ઠાકર અને તુષારભાઈ ઠાકર મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરે છે. મહેન્દ્રભાઈ ઠાકરના પુત્ર તુષારભાઈ ઠાકર દ્વારા પ્રથમ વખત મુખ્યમંત્રી બનીને નરેન્દ્ર મોદી જ્યારે અંબાજી મંદિરની ગાદી પર આવ્યા ત્યારે જે તસવીર પડાવી હતી તે તસવીર તેમને આજે મીડિયાને આપી હતી. આમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ માં અંબાના પરમ ભક્ત હતા અને આજે પણ તેઓ પરમ ભક્ત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT