હીરા બા: 100 વર્ષનું જીવન… 6 બાળકોનો ઉછેર અને એક માતાનો સંઘર્ષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે નિધન થઈ ગયું. તેમણે આ વર્ષે જૂન મહિનામાં જ 100 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસના 6 સંતાનો થયા. જેમાં નરેન્દ્ર મોદી ત્રીજા નંબરે હતા. હીરાબેન અને દામોદરદાસના અન્ય સંતાનોમાં, અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને દીકરી વસંતીબેન હસમુખલાલ મોદી છે.

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ આજે ​​તક સાથેની વાતચીતમાં હીરાબેનના 100મા વર્ષમાં પ્રવેશ કરવા પર તેમની માતાની જીવનકથા જણાવી હતી. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે હીરાબા 6 મહિનાના હતા ત્યારે તેમના માતાનું નિધન થયું હતું. તેમનો સંઘર્ષ તો ઈતિહાસ જાણે છે. તેઓ કહે છે, મારા નાનીના ગુજર્યા બાદ નાનાએ બીજા લગ્ન કર્યા. પછી તેમનાથી જે સંતાનો થયા તેમના પાલન પોષણની જવાબદારી પણ હીરાબા પર હતી. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, આમ તેમના માતા નાની ઉંમરે જ માતા બની ગયા હતા. ભાગ્યને તેનાથી સંતોષ નહોતો. નાનાજીની બીજી પત્ની પણ ગુજરી ગઈ, પછી તેમણે ત્રીજા લગ્ન કર્યા, તેનાથી જે સંતાનો થયા, તેની જવાબદારી પણ હીરાબા પર આવી ગઈ. પછી તેમણે પોતાના સંતાનોને પણ ઉછેર્યા. તેમ છતાં પોતાની જિંદગીથી તેમણે કોઈ ફરિયાદ નહોતી.

જ્યારે હીરાબાએ ચોરોના સામનો કર્યો હતો
પ્રહલાદ મોદીએ એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે, તેમના માતા તેમને કહેતા હતા કે જે મકાનમાં તેઓ રહેતા હતા, તેની દીવાલ પડેલી હતી. તેઓ ઊંઘી રહ્યા હતા, તેમની બાજુમાં જ નાની બહેન હતી. ત્યારે જ ચોર આવી ગયા. તેમના હાથમાં હથિયાર હતા. પરંતુ ત્યારે બાએ ઊભા થઈને ચોરો સાથે મુકાબલો કર્યો પછી ચોરોને ભાગવું પડ્યું હતું.

ADVERTISEMENT

કેમ મજબૂત હતા હીરાબા, દીકરા પ્રહલાદ મોદીએ જણાવ્યું
આજતક સાથેની વાતચીતમાં પ્રહલાદ મોદીએ તેમની માતા કેવી રીતે આટલી મજબૂત હતી તેનું રહસ્ય પણ જાહેર કર્યું. તેમણે કહ્યું હતું કે, આ વડનગરની અસર છે. વડનગરમાં એક જ કૂવો હતો, જેમાંથી બધા લોકો પાણી લાવીને ભોજન બનાવતા હતા. તે કૂવો જ્યાં હતો તે ખેતરના માલિકનું નામ મોગાજી ઠાકોર હતું. તેણે પાણી માટે કોઈને ના પાડી નહીં. ત્યાંથી દરેક સ્ત્રી માથે બે ઘડા પાણી લાવતી. અમારું ઘર ગામના પ્રવેશદ્વારથી 15 ફૂટની ઊંચાઈએ હતું. મા રોજ બે વાર પાણી લાવતી અને ચડીને ઘરે પહોંચતી. કૂવામાંથી પાણી કાઢવા માટે 100 હાથ દોરડા ખેંચવા પડતા હતા. તેથી જ તેના હાથ-પગ મજબૂત હતા. તેઓ કપડા ધોવા તળાવે જતા, પછી ઘરના કામ કરતા. બીજાના ઘરના કામ કરતા. આ રીતે તેમનું શરીર ખૂબ મજબૂત રહ્યું. તેમણે આખું જીવન મહેનત કરી. આળસ શબ્દ તેમના જીવનમાં હતો જ નહીં.

જ્યારે હીરાબાએ મોટા પુત્રને માર માર્યો
પ્રહલાદ મોદી કહે છે કે, તેમની માતા ભણેલા ન હતા, તેમણે શાળા પણ જોઈ ન હતી. તેમ છતાં, તેમનામાં બાળકોને ભણાવવાની જિજ્ઞાસા હતી. તે હંમેશા અમને ભણવા માટે પ્રેરણા આપતા હતા. પ્રહલાદ મોદી કહે છે કે, એકવાર તેમના મોટા ભાઈ ક્યાંકથી કંઈક લાવ્યા ત્યારે તેઓ બાળક હતા અને તેમને ખબર ન હતી કે તેણે ચોરી કરી છે. પરંતુ જ્યારે તે ઘરે આવ્યા ત્યારે માતાએ લાકડી લીધી અને તેને માર મારતાં તે જ્યાંથી વસ્તુ લાવ્યા હતા ત્યાં લઈ ગયા અને વસ્તુઓ પાછી અપાવી. પ્રહલાદ મોદી કહે છે કે, મૂલ્યો આપવાની કળા, આ કળા માતા આપી શકે છે અને અમને તે અમારી માતા પાસેથી મળી છે. માતાના સ્વભાવમાં બિલકુલ બેઈમાની નહોતી.

ADVERTISEMENT

અઠવાડિયામાં 5 દિવસ બાજરાનો રોટલો અને કઢી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાના ઘરમાં ગરીબી હતી, જ્યાં તેઓ તેમના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ કઢી અને બાજરીના રોટલા ખવડાવતા હતા. કઢીમાં થોડો ચણાનો લોટ ઉમેરવામાં આવતો હતો, છાશ મફતમાં મળતી હતી, તેમાં એક રીંગણ ઉમેરવામાં આવતું હતું અને પછી આખો પરિવાર તેને ખાતો હતો. માતા પાસે પરિવારનું સંપૂર્ણ અર્થશાસ્ત્ર હતું, તે જાણતી હતી કે એક રૂપિયો, પાંચ રૂપિયા કે પૈસા વગર આખું કુટુંબ કેવી રીતે ચલાવવું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT