સુરતમાં પાટીદાર અગ્રણીઓ અને હીરા વેપારીઓ સાથે PMની ખાસ બેઠક, કયા મુદ્દાઓ પર થઈ ચર્યા?
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. સુરતને પાટીદારોને ગઢ કહેવાય છે અને ગત ચૂંટણીમાં ભાજપને મળીને જીતમાં સુરતનો મહત્વપૂર્ણ…
ADVERTISEMENT
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. સુરતને પાટીદારોને ગઢ કહેવાય છે અને ગત ચૂંટણીમાં ભાજપને મળીને જીતમાં સુરતનો મહત્વપૂર્ણ ભાગ હતો. પરંતુ આ વખતે સુરતમાં AAP ખાસ પ્રચાર કરી રહ્યું છે અને ભાજપના ગઢમાં ગાબડું પાડવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ત્યારે ભાજપની નજર સુરતના મતદારોને પોતાની સાથે રાખવા પર છે. એવામાં PM મોદીએ ગઈકાલે જ સુરતમાં પાટીદાર અગ્રણીઓ અને હીરા ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી.
સભા સ્થળે જ PMની પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત
સુરતમાં ચૂંટણી પ્રચાર માટે ગઈકાલે પહોંચેલા PM મોદીએ જંગી 29 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. પાટીદાર મતદારો AAP તરફ ન આકર્ષવા તેના ભાજપે ખાસ રણનીતિ બનાવી છે. ત્યારે PM રેલી બાદ સર્કિટ હાઉસમાં જ રોકાયા હતા. સૂત્રો મુજબ સુરતમાં PMએ 40 જેટલા પાટીદાર અગ્રણીઓ અને સુરતના હીરા ઉદ્યોગકારો સાથે સભા સ્થળે જ ખાસ બેઠક કરી હતી. ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાટીદારોના ગઢમાં ડેમેજ કન્ટ્રોલ માટે આ ખાસ બેઠક યોજવામાં આવી હતી. બીજી તરફ આજે સવારે પણ PMએ ફરીએ સર્કિટ હાઉસમાં વધુ એક બેઠક કરી હતી.
સુરતમાં AAPની રણનીતિને ફેલ કરવામાં ભાજપ
ખાસ બાબત છે કે, સુરતમાં આમ આદમી પાર્ટી પણ આ વખતે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. સુરતમાં વરાછા, કતારગામ, ઓલપાડ સહિતની બેઠકો પર આમ આદમી પાર્ટી મોટી અસર કરી શકે તેમ છે. એવામાં સુરતની તમામ 16 બેઠકો જીતવા માટે PM મોદીએ હવે બાજી સંભાળી છે. સુરતમાં પાટીદાર મતદારોની સંખ્યા મોટી છે આ મતદારો ચૂંટણીમાં ભાજપ તરફ જ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી AAP ફેક્ટરની અસરને નબળી પાડી શકાય.
ADVERTISEMENT
કેજરીવાલની નજર સુરતની બેઠકો પર
આમ આદમી પાર્ટી પણ સુરત પર ખાસ સ્ટ્રેટર્જી બનાવી રહી છે. કેજરીવાલ આજે આખો દિવસ સુરતમાં જ પોતાના કાર્યક્રમો કરશે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજે તેઓ સુરતમાં સવારે 11 વાગ્યે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. આ બાદ બપોરે 2.30 વાગ્યે સુરતમાં હીરા કારખાનાની મુલાકાત કરશે અને 3 વાગ્યે રત્નકલાકારોને સંબોધશે. આ બાદ તેઓ 5 વાગ્યે કતારગામમાં રોડ શો કરશે અને રાત્રે 9 વાગ્યે કિરણ ચોકમાં જાહેરસભાને સંબોધશે. એટલે કે કેજરીવાલનું સંપૂર્ણ ફોકસ સુરતની બેઠકો જીતવા પર છે.
ADVERTISEMENT