PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નઈની હોસ્પિટલમાં એડમિટ, આ ગંભીર બીમારીની સારવાર ચાલી રહી છે
ચેન્નઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, તેઓ કિડની સંબંધિત બિમારીની સારવાર હેઠળ હોવાનું કહેવાય છે.…
ADVERTISEMENT
ચેન્નઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, તેઓ કિડની સંબંધિત બિમારીની સારવાર હેઠળ હોવાનું કહેવાય છે. પ્રહલાદ મોદી દામોદરદાસ મુલચંદ મોદી અને તેમની પત્ની હીરાબેનને જન્મેલા પાંચ બાળકોમાંથી ચોથા નંબરના સંતાન છે. તેઓ ગુજરાતના અમદાવાદમાં કરિયાણાની દુકાન અને ટાયરનો શોરૂમ ધરાવે છે.
ગત વર્ષે કર્ણાટકમાં પ્રહલાદ મોદીની કારનો થયો હતો અકસ્માત
આ પહેલા પાછલા વર્ષે ડિસેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની મર્સિડિઝ કારનો કર્ણાટકમાં અકસ્માત થઈ ગયો હતો. અકસ્માતમાં પ્રહલાદ મોદી તથા તેમના પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામની સારવાર મૈસૂરની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. પ્રહલાદ મોદી પોતાના પત્ની, દીકરા, વહુ અને પૌત્ર સાથે બાંદીપુર જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની મર્સિડિઝ એક રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મર્સિડિઝ કાર સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત થઈ ગઈ હતી.
ADVERTISEMENT
2018માં હડતાળથી ચર્ચામાં આવ્યા હતા
નોંધનીય છે કે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી 2018માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકો અને ગ્રાહકોના વિવાદને લઈને હડતાળ કરી હતી. તેઓ ગુજરાત ફેર શોપ ઓનર્સના અધ્યક્ષ પણ છે. હાલમાં તેમની ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રો મુજબ, તેમની ટ્રિટમેન્ટ યોગ્ય દિશામાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT