PM મોદી મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ મુદ્દે ચર્ચા થઈ શકે..
દિલ્હીઃ વડાપ્રધાન મોદી અત્યારે સુપર એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેઓ આગામી 3 દિવસ સુધી આયજિત વિવિધ રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા…
ADVERTISEMENT
દિલ્હીઃ વડાપ્રધાન મોદી અત્યારે સુપર એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેઓ આગામી 3 દિવસ સુધી આયજિત વિવિધ રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેઓ MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ સહિતના મુદ્દે ચર્ચા કરી શકે છે. આ અંગે વડાપ્રધાન કાર્યલયમાંથી જાણકારી બહાર પાડવામાં આવી છે. નોંધનીય છે કે આ બેઠકની વાત કરીએ તો અહીં 3 વિશેષ સત્રો યોજાવા જઈ રહ્યા છે. આરોગ્ય તથા આબોહવા મુદ્દે પણ અહીં ચર્ચા થાય એવી માહિતી મળી રહી છે.
બેઠકમાં સત્રો પ્રમાણે થશે ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બેઠક સેશન પ્રમાણે રાખવામાં આવશે. એટલું જ નહીં 3 ખાસ સત્રોનું અહીં આયોજન થશે. જેમાં GST, રાજકીય-ભૌગોલિક વિવિધ પડકારો વિશે મુદ્દાસર ચર્ચા થઈ શકે છે. આની સાથે જ ઈન્ટરનેશનલ યર ઓપ મિલેટ્સ, જી 20 અને અન્ય ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ ધ્યાન આપી શકાય એમ છે.
ભારત મોટી અર્થ વ્યવસ્થા બનવા અગ્રેસર
દેશમાં અત્યારે વિકાસનુ મોડલ અપનાવવા માટે આ બેઠકોમાં ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 3 દિવસીય બેઠકમાં વિવિધ રાજ્યોને વિકાસના પંથ પર આગળ ધપાવવા શું કરવું એની વિગતવાર ચર્ચા થઈ શકે છે. ભારત આગામી સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખી શકે છે. આ મુદ્દે વિગતવાર ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT