PM મોદીનો વિશ્વભરમાં ડંકો વાગ્યો, જાણો ગુજરાતની જીતની અસર વિદેશમાં શું થઈ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની અસર વિશ્વભરમાં થઈ ગઈ છે. ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીની પ્રચંડ જીતના…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની અસર વિશ્વભરમાં થઈ ગઈ છે. ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીની પ્રચંડ જીતના પડઘા વિદેશમાં પણ પડ્યા છે. નોંધનીય છે કે બ્રિટિશ મીડિયાએ PM મોદીની જીતની પ્રશંસા કરી છે તો બીજી બાજુ પાકિસ્તાની મીડિયાએ એના પર સવાલ ઉઠાવ્યા છે. ચલો વિગતવાર નજર કરીએ…
ભાજપનો વિજયનો સૂત્રોચ્ચાર…
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે અત્યારે દેશ-વિદેશની મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. અહેવાલો પર નજર કરીએ તો પાકિસ્તાની મીડિયા એજન્સીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને લઈને મોદી મેજિક પર લખ્યું હતું. એની સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં હારના કારણ પર પણ કટાક્ષ કર્યો હતો.
બ્રિટિશ અખબારે કહ્યું…
અહેવાલો પ્રમાણે બ્રિટિશ સમાચાર પત્રોએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ જીતની સાથે જ ભાજપને બૂસ્ટર ડોઝ આપી દીધો છે. આની સીધી અસર 2024ની ચૂંટણી પર પણ થઈ શકે છે. જાપાની મીડિયા એજન્સીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે લખ્યું હતું. તેમના મોદી મેજિક વિશે પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT