દિવાળી પછી PM મોદી ફરીથી ગુજરાત પ્રવાસે આવી શકે છે, રાજ્યનો ગઢ જીતવા ભાજપને સજ્જ કરશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, એને જોતા ભાજપ, કોંગ્રેસ અને આપ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, એને જોતા ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના ધામા પણ વધી ગયા છે. આ દરમિયાન ભાજપને ગુજરાતનો ગઢ જીતવા સજ્જ કરવા માટે નરેન્દ્ર મોદી દિવાળી પછી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે એવા અહેવાલો મળ્યા છે. તેવામાં આ સંભવિત પ્રવાસનું 1 નવેમ્બરનું શેડ્યૂલ બહાર આવ્યું છે. તો ચલો આપણે ચૂંટણીલક્ષી વડાપ્રધાનનની તૈયારીઓ પર નજર કરીએ….
વડાપ્રધાન મોદી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લેશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી 1 નવેમ્બરના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદીરે ઉપસ્થિત રહેશે. અહીં તેઓ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરોને સંબોધશે. આની સાથે જ તેઓ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં માર્ગદર્શન આપી તેને અંતિમ ઓપ આપશે એવી પણ માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ભાજપની પકડ ગુજરાતમાં મજબૂત છે. તેવામાં ત્રિપાંખીયા જંગમાં કઈ પાર્ટી બાજી મારશે એ જાણવું બધા માટે જીજ્ઞાસાનું કેન્દ્ર થયું છે.
મહિસાગર ખાતે વડાપ્રધાનની મુલાકાત
PM મોદી 1 નવેમ્બરે મહિસાગર જિલ્લાની મુલાકાતે પણ આવી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે અહીં વડાપ્રધાન મોદી માનગઢ હિલની મુલાકાત પણ લઈ શકે છે. નોંધનીય છે કે આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર માનગઢને ઘણા લાંબા સમયથી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ ઉઠી રહી છે. આ મુદ્દે પણ મોટો નિર્ણય લેવાય તેવી અટકળો વહેતી થઈ છે. જોકે આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત ખાસ થઈ રહે એમ અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
With Input- દુર્ગેશ મહેતા
ADVERTISEMENT