ચૂંટણી પહેલા PM મોદી ફરી 3 દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો શું હશે સમગ્ર કાર્યક્રમ
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 9મી ઓક્ટોબરથી PM 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 9મી ઓક્ટોબરથી PM 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ મહેસાણા, આણંદ તથા રાજકોટમાં પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે.
PMના એક બાદ એક કાર્યક્રમો
ત્યારે વડાપ્રધાનના 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધીના સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ તો 3 દિવસમાં તેઓ એક બાદ એક જનસભાને સંબોધશે ઉપરાંત વિવિધ લોકાર્પણો તથા ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છે.
જાણો PM મોદીનો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ?
9 ઓક્ટોબર
9 ઓક્ટોબરે બપોરે PM મોદી ગુજરાત આવશે
મહેસાણાના મોઢેરા પાસે જનસભાને સંબોધન કરશે
મહેસાણાની દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે
બહુચરાજીની મુલાકાત લઈ મંદિરના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
ADVERTISEMENT
10 ઓક્ટોબર
સવારે 10 વાગ્યે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત કરશે
આણંદ ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે
જામનગર વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
11 ઓક્ટોબરે
જામકંડોરણામાં વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
અમદાવાદ સિવિલ કેમ્પસમાં 722 કરોડની સુવિધાનું લોકાર્પણ કરશે
ADVERTISEMENT
તાજેતરમાં જ ગુજરાત આવ્યા હતા વડાપ્રધાન
નોંધનીય છે કે ગત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ પણ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે અમદાવાદ મેટ્રો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ સાથે જ તેમણે GMDCમાં નવરાત્રીમાં ભાગ લઈને ગરબા પણ નીહાળ્યા હતા. ત્યારે 10 દિવસમાં જ ફરી એકવાર તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT