PM મોદીએ શાહી પરિવારના પરમવીરજીતને કેમ કહ્યું કે તમારે હજુ વજન વધારવું છે? જાણો શાહી મુલાકાતની આ ઘટના…
ધનેશ પરમાર/ બનાસકાંઠાઃ વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમાના એક હતા કુંવર પરમવીરજીત…
ADVERTISEMENT
ધનેશ પરમાર/ બનાસકાંઠાઃ વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમાના એક હતા કુંવર પરમવીરજીત પરમાર, જે દાંતા રાજ્યના શાહી પરિવારના વંશજ છે. જોકે લગભગ ત્રણ દિવસ પહેલા જ આ ઘટના સામે આવી હતી, જેમાં વડાપ્રધાનને મળવા કુંવર પરમવીરજીત પણ આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ખાસ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે વજન હજુ પણ વધારવું છે કે શું? એવું પણ પૂછ્યું હતું.
વડાપ્રધાને કુવંરજી સાથે ચર્ચા કરીએ ઘટના…
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી માતા અંબાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે હજારો લોકો પહોંચ્યા હતા. ત્યારે દાંતાના શાહી પરિવારના વંશજ એવા કુંવર પરમવીરજીત પરમાર પણ PMના સ્વાગત માટે પહોંચ્યા હતા. નોંધનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન પણ બધા શુભેચ્છકો સાથે હાથ મિલાવીને આગળ વધતા ગયા હતા. તેઓ ક્યાંય રોકાયા નહોતા.
ADVERTISEMENT
પરંતુ આ દરમિયાન તેમની મુલાકાત કુંવરજી સાથે થઈ. કુંવરજીએ શાહી અંદાજમાં દરેક આંગળીઓ પર વીંટી તથા આભૂષણો પહોર્યા હતા. આમને જોઈને વડાપ્રધાને તેમને પૂછ્યું કે તમારે હજુ પણ કેટલુ વજન વધારવું છે. આ દરમિયાન કુંવરજી અને વડાપ્રધાન વચ્ચે સારો સંવાદ થયો હતો. વળી કુંવરજી PM મોદીને મળવા માટે વર્ષોથી વાટ જોઈ રહ્યા હતા જે પૂરી થતા તેઓ ખુશ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી કુંવરજી ઘણા પ્રભાવિત છે. ભગવા વસ્ત્ર પહેરવાની સાથે સાધુ સંતની સેવા કરવાનું પણ કુંવરજીને પસંદ છે. વડાપ્રધાનના વ્યક્તિત્વને કુંવરજી ઘણું પસંદ કરે છે. તેથી જ તેઓ પોતાને મોદી ભક્ત જણાવે છે.
ADVERTISEMENT
કુંવરજી પરમવીરજીતનો શાહી ઈતિહાસ…
દાંતા રાજ્યના શાહી પરિવારનો એક સ્વર્ણિમ ઈતિહાસ રહ્યો છે. જેમાં પરમાર સમાજના રાજા ભવાનીસિંહજીના વંશજ છે. તેઓ સમગ્ર દાંતામા પ્રખ્યાત છે અને લોકો પણ કુંવરજીને ઘણા પસંદ કરે છે. કુંવર પરમવીરજીતને રૂદ્રાક્ષ અને સોનાના આભૂષણો અને આધ્યાત્મિક ટેટૂનો ઘણો શોખ છે. એટલું જ નહીં ભારતની સંસ્કૃતિને પણ કુંવરજી ઘણો પ્રેમ કરે છે. તેથી જ તો સાધુ-સંતોની સેવા કરવામાં પણ તેઓ અગ્રેસર રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT