PM મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, AAPના સ્ટાર પ્રચારક હરભજનસિંહ પણ ઉતરશે ચૂંટણી પ્રચારમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને AAP એ નેતાઓની ફોજ ઉતારી દીધી છે. રોજે રોજ દિલ્હીથી નેતાઓ સભાઓ ગજવવા ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. ત્યારે આજે PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ અમિત શાહ, જે.પી નડ્ડા પણ સભાઓ ગજવશે. ત્યારે AIMIMના અસદુદ્દીન ઓવૈસી તો AAPના સ્ટાર પ્રચારક હરભજનસિંહ પણ આજે ચૂંટણી પ્રચાર ગુજરાત આવી રહ્યા છે.

PM મોદીની આજે 4 સભાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આજે તેઓ ચાર જનસભાઓ સંબોધશે. જેમાં પહેલા મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે. જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે 3 સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે જસદણમાં, બપોરે 1 વાગ્યે પાટડીમાં અને સાંજે 5 વાગ્યે બારડોલીમાં સભા કરશે. તો જે.પી નડ્ડા પણ બોટાદ, ગઢડા અને સુરતમાં જનસભાને સંબોધશે અને ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે.

ADVERTISEMENT

AAPના સ્ટાર પ્રચારક હરભજન સિંહ ગુજરાત આવશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા હરભજન સિંહે પણ હવે જંપલાવ્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અને દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ આજે બાયડમાં AAPના ઉમેદવાર ચિનુભાઈ પટેલ માટે રોડ શો કરશે અને બાદમાં જનસભાને સંબોધશે. આજે બપોરે 2 વાગ્યે તેમનો આ કાર્યક્રમ યોજાશે. ત્યારે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 7 વાગ્યે ગોધરામાં જનસભાને સંબોધશે.

યોગી આદિત્યનાથ પણ જનસભા અને રેલી કરશે
ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં લાગેલા યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ એક બાદ એક વિસ્તારમાં જઈને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓ ચાર જસભાને સંબોધશે. યોગી આદિત્યનાથ સૌથી પહેલા દ્વારકા પહોંચીને દ્વારકાધીશના દર્શન કરશે. આ બાદ તેઓ જનસભાને સંબોધશે. ત્યારે બાદ પારમાં 2.20 વાગ્યે તેમની સભા હશે. અહીંથી તેઓ મોરબી પહોંચી ત્યાં જનસભા કરશે અને સાંજે 6.30 વાગ્યે સુરતમાં રોડ શો કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT