PM મોદી આજે પણ ગુજરાતમાં 4 જનસભાઓ સંબોધશે, સૌથી પહેલા પાલનપુર પહોંચશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બાદ એક રેલીઓ કરી રહ્યા છે. બુધવારે 4 સભાઓને સંબોધ્યા બાદ આજે ગુરુવારે પણ PM મોદી ચાર સભાઓ ગજવશે. જેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે.

ભાજપે ઉતારી સ્ટાર પ્રચારકોની ફોજ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની આખી ફોજ ઉતારી દીધી છે. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ સહિત અન્ય રાજ્યોના સી.એમ અને કેન્દ્રિય મંત્રીઓ જનસભાઓ અને બેઠક કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સમગ્ર તાકાત લગાવી દીધી છે. રાજ્યમાં રેલીઓ અને રોડ શો પણ ખૂબ થઈ રહ્યા છે. દિગ્ગજો વચ્ચે વાર-પલટવાર પણ થઈ રહ્યા છે.

27 વર્ષથી ગુજરાત ભાજપનો ગઢ
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવામાં ભાજપ પોતાના આ ગઢને કોઈપણ કિંમતે ગુમાવવા નથી ઈચ્છતો. ભાજપના ગઢને બચાવવાની જવાબદારી ફરી એકવાર પી.એમ મોદીએ પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. ગુજરાતમાં પીએમ મોદી એક બાદ એક સભાઓ ગજવી રહ્યા છે. આ પહેલા બુધવારે પણ તેમણે ચાર સભાઓ ગજવી હતી.

ADVERTISEMENT

મનસુખ માંડવિયાની પણ ચાર સભાઓ
બીજી તરફ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ગુરુવારે ચાર સભાઓ સંબોધિત કરશે. તે સવારે 10 વાગ્યે ટંકારા, મોરબી જશે. આ બાદ બપોરે 12.20 વાગ્યે ગીર સોમનાથના ઉના, સાંજે 4.45 વાગ્યે ગાંધીધામ અને સાંજે 6 વાગ્યે ભુજમાં જનસભાને સંબોધિત કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT