Dwarka: 'કોંગ્રેસે ક્યારેય આ વિસ્તારમાં વિકાસ પર ધ્યાન નથી આપ્યું', દ્વારકામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર
PM Modi Gujarat Visit Update: PM નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે રાત્રે જામનગરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે પીએમ મોદી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા છે
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
PM નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે
પીએમ મોદીએ જાહેરસભામાં સંબોધન કર્યું
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
PM Modi Gujarat Visit Update: PM નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે રાત્રે જામનગરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે પીએમ મોદી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. દ્વારકા ખાતે પીએમ મોદીના હસ્તે અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. દ્વારકામાં પીએમ મોદીના હસ્તે દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ (સુદર્શન સેતુ)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ દ્વારકામાં પીએમ મોદીએ જાહેરસભાને ગજવી હતી.
કોંગ્રેસ પર પીએમ મોદીએ સાધ્યું નિશાન
દેવભૂમિ દ્વારકામાં જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકારના સમયે આ વિસ્તારમાં વિકાસની માત્ર વાતો કરવામાં આવતી હતી. પરંતુ તેમણે આ અંગે ક્યારેય ધ્યાન આપ્યું નથી. ભગવાને આ સેતુનું લોકાર્પણ મારામાં ભાગ્યમાં લખ્યું હતું.
ADVERTISEMENT
વિપક્ષ મને ગાળો આપતી હતીઃ PM
પીએમ મોદીએ સુદર્શન સેતુ વિશે વાત કરતા કહ્યું કે, મેં જ્યારે આ પ્રોજેક્ટ અંગે વાત મૂકી ત્યારે વિપક્ષ મને ગાળો આપતી હતી. પરંતુ આજે અમે આખા ભારતને બદલી નાખ્યું છે. વર્ષ 2014થી 10 વર્ષ પહેલા ભારત 11માં નંબરની ઈકોનોમી હતી. જો અર્થ વ્યવસ્થા જ આટલી નાની હતી તો પછી વિકાસ કેવી રીતે થઈ શકે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસાના મોટા ગોટાળાઓ કર્યા.
મેં દરિયામાં જઈને દ્વારકાના કર્યા દર્શનઃ PM
આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, આજે મેં દરિયામાં ઊંડે જઈને પ્રાચીન દ્વારકા ના દર્શન કર્યા. જેને જોઈને મનો ઘણો આનંદ થયો. તેઓએ કહ્યું કે, પુરાતત્વ નિષ્ણાંતોએ દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા વિશે ઘણું લખ્યું છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વયં આ દ્વારકા શહેરનું નિર્માણ કર્યું હતું. પીએમ મોદીએ લોકોને સંબોધતા ગુજરાતીમાં કહ્યું કે, ‘તમે દ્વારકાને સાચવશોને કે મારે સાફ કરવા આવવું પડશે?’
ADVERTISEMENT
ADVERTISEMENT