વડાપ્રધાન સંબોધન શરૂ કરે એની પહેલા ‘મોદી-મોદી’ના નારાથી સ્ટેડિયમ ગૂંજ્યું, સ્પોર્ટ્સ જગત વિશે કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદી જેવી સ્પિચ આપવાનું શરૂ કરે એની પહેલા સ્ટેડિયમમાં મોદી-મોદીના નારા ગુંજ્યા હતા. ત્યારપછી નરેન્દ્ર મોદીએ ભારત માતા કી જયના નારા સ્ટેડિયમમાં હાજર લોકો સાથે લગાવ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સ સાથે 36થી વધુ રાજ્યોના જોડાણ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ અદભૂત છે. અહીં નેશનલ ગેમ્સ દ્વારા દેશ એકતાનું પ્રતિક સ્થાપિત કરશે. PM મોદીએ કહ્યું કે દેશ આવી રીતે એકતા સ્થાપિત કરીને જ જીતશે.

સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ
નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમમાં 36 નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની દરમિયાન સંબોધન આપતા જણાવ્યું કે દેશનું ભવિષ્ય સ્પોર્ટ્સ ક્ષેત્રે ઘણુ વિશાળ છે. નવા યુવા એથ્લિટ માટે આ નેશનલ ગેમ્સ એક લોન્ચિંગ પેડ સમાન છે. યુવાનો આ માધ્યમથી ભવિષ્યમાં ઘણા સફળ થઈ શકે છે. આની સાથે PM મોદીએ કાર્યક્રમમાં હાજર તમામ સ્પોર્ટ્સ જગતના વીરોને શુભકામના પાઠવી હતી. તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

ADVERTISEMENT

હવે વિવિધ રમતો માત્ર ચોપડા પર જ નથી રહી- PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે જૂની પરિવારવાદની સિસ્ટમનો સફાયો કર્યો અને યુવાનોને નવી સફળતા આપવા મદદ કરી છે. પહેલા મોટાભાગની રમતો માત્ર સામાન્ય જ્ઞાનના વિષયમાં જોવા મળતી હતી. પરંતુ હવે દેશમાં ખેલાડીઓ આ રમતોમાં મહેનત કરે છે અને આગળ પણ આવે છે. અત્યારે દેશનો તથા ખેલાડીઓનો મૂડ નવો છે, માહોલ તથા મિજાજ પણ નવો જોવા મળી રહ્યો છે. અત્યારે યુવાનો રમતોમાં ભાગ પણ લે છે અને દેશને મેડલ પણ જીતાડે છે.

    follow whatsapp

    ADVERTISEMENT