PM મોદીએ પાઠવી નવા વર્ષની શુભકામના, કહ્યું- સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ છે. વિક્રમ સંવત 2079ની આજથી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

PMએ પાઠવી નવા વર્ષની શુભકામનાઓ
PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…!! આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય… નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન…

ADVERTISEMENT

મુખ્યમંત્રીએ પંચદેવ મંદિરે દર્શન કર્યા
નોંધનીય છે કે, આજે વિક્રમ સંવત 2079ના શુભાંરભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા અને સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભાજપ પણ ચૂંટણી પ્રચારને લઈને સુપર એક્ટિવ છે, ત્યારે બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ દરેક નાગરિકની સુખાકારી માટે મંદિરે પ્રાર્થના કરવા પહોંચ્યા છે.

અમિત શાહે કાર્યકરો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો
જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે નવા વર્ષે અમદાવાદમાં જ છે. આ દરમિયાન તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો અને તેમની સાથે મુલાકાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમણે પણ ટ્વીટ કરીને ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ગુજરાતી નૂતન વર્ષની મારા સૌ ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ. આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT