મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલેન્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન, અડાલજ ત્રિમંદિર ખાતે વિદ્યાર્થીના ભવિષ્યને લઈ મોટો નિર્ણય
ગાંધીનગરઃ અડાલજ ત્રિમંદિર ખાતે વડાપ્રધાન મોદી દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સનું લોકાર્પણ કરાયું છે. જે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ PM…
ADVERTISEMENT
ગાંધીનગરઃ અડાલજ ત્રિમંદિર ખાતે વડાપ્રધાન મોદી દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સનું લોકાર્પણ કરાયું છે. જે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટના પ્રવાસ પર આવ્યા છે. આ દરમિયાન 15,670 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.
PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ આયોજન નવા ભારતની એવી ભવ્ય તસવીર ખેંચી રહ્યું છે, જેનો સંકલ્પ આપણે અમૃતકાળમાં લીધો છે. તેમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે રાજ્યનો સહભાગ પણ છે. તેમાં યુવાની શક્તિ પણ છે, સપના છે, સંકલ્પ છે, સાહસ છે, સામર્થ્ય છે. તેમાં વિશ્વ માટે આશા છે. મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસરો છે. સાથીઓ આપણા દેશમાં ડિફેન્સ એક્સપો પહેલા પણ થતા રહ્યા છે, પરંતુ આ વખતનો એક્સપો અભૂતપૂર્વ છે. એક નવી શરૂઆતનું પ્રતિક છું.
માત્ર મેડ ઈન ઈન્ડિયા રક્ષા ઉપકરણો હશે
આ દેશનો પહેલો ડિફેન્સ એક્સપો છે. જેમાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. માત્ર મેડ ઈન ઈન્ડિયા રક્ષા ઉપકરણો છે. પહેલીવાર કોઈ ડિફેન્સ એક્સપોમાં ભારતની માટી, ભારતના લોકોના પરસેવાથી બનેલી પ્રોડક્ટ્સ આપણા જ દેશની કંપનીઓ, આપણા વૈજ્ઞાનિક આજે આપણે લોહપુરુષ સરદાર પટેલની ધરતીથી દુનિયા સામે આપણા સામર્થ્યનો પરિચય આપી રહ્યા છીએ. તેમાં 1300થી વધારે એક્ઝિબિટર્સ છે. જોઈન્ટ વેન્ચર્સ, MSME અને 100થી વધુ સ્ટાર્ટઅપ છે.
ADVERTISEMENT
PMએ પોતાના ભાષણમાં આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધનો કર્યો ઉલ્લેખ
PMએ કહ્યું, દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં નવા ભવિષ્યનો સશક્ત આરંભ કરી દીધો છે. હું જાણું છું કે આનાથી કેટલાક દેશોને અસુવિધા થઈ છે, પરંતુ મોટી સંખ્યામાં જુદા જુદા દેશો સકારાત્મક વિચાર સાથે આપણી સાથે આવ્યા છે. ભારતના 53 આફ્રિકન મિત્ર દેશ આપણી સાથે ઊભા છે. આ અવસરે બીજો ઈન્ડિયા-આફ્રિકા ડાયલોગનો આરંભ થવા જઈ રહ્યો છે. ભારત-આફ્રિકા વચ્ચે આ સંબંધ તે જૂના વિશ્વાસ પર ટકેલા છે, જે સમય સાથે વધુ મજબૂત થઈ રહ્યા છે.
ADVERTISEMENT