કોંગ્રેસે કાલથી નક્કી કરી લીધું છે કે ભાજપ જીતી જશે? પાટણમાં કેમ આવું બોલ્યા PM મોદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણ: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર હજુ પણ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે PM મોદી પણ એકબાદ એક જનસભાઓ સંબોધી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં સભાને સંબોધી તેઓ પાટણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દર વખતે EVM પર હારના માછલા ધોવા મામલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

EVM પર માછલા ધોનારા કોંગ્રેસ પર ફરી વરસ્યા PM
PM મોદીએ કહ્યું કે, મારા માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે અમદાવાદથી સભા કરીને પછી તમે મને જ્યાં મોકલ્યો છે ત્યાં કામે લાગી જઈશ. આ ચૂંટણીમાં ગઈકાલે જે મતદાન થયું છે, દક્ષિણ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ એમાં કોંગ્રેસે જ નક્કી કરી લીધું છે કે ભાજપ જીતી જશે. આનું કારણ શું, કોંગ્રેસે આવું કેમ કહ્યું. કોંગ્રેસે કહી દીધું છે, કોંગ્રેસ જ્યારે EVMને દોષ આપવાનું શરૂ કરે, એ કે EVMમાં ગરબડ છે, EVMને લઈ જાય ત્યારે આમ કરજો. એટલે તમારે સમજી જવાનું, કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. અને કોંગ્રેસે મતદાન પતે તે પહેલા ચાલુ કરી દીધું. EVM, EVM… EVM, EVM…

કોંગ્રેસે હાર સ્વીકાર્યાનો PMએ આપ્યો પુરાવો
તેમણે આગળ કહ્યું, કોંગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની અને ચૂંટણીનું મતદાન આવે ત્યારે EVMને ગાળો દેવાની. આ સીધે સીધું સબુત છે કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. આ કોંગ્રેસ હારે એટલે EVM પર માછલા ધોવે છે. પહેલા લોકોને ખુશ કરવા મોદીને ગાળો દેવાની, પછી EVMને દેવાની. કોંગ્રેસને ચૂંટણીમાં આ બે રસ્તા જ સુજે છે.

ADVERTISEMENT

કાંકરેજમાં પણ ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસને આડેહાથ લીધી
PM મોદીએ કહ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશનકાર્ડ હતા જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો, એના લગ્ન થઈ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્શન લેતા. આ કોંગ્રેસીઓ આવું કરતા. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરી મેં આગળનો રસ્તો કર્યો. ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે. કટકી કરવા ન મળે એટલે મોદીનો ગાળો બોલે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT