PM મોદીએ કહ્યું- જામનગર, મોરબી અને રાજકોટ એવા ત્રિકોણ છે જેની ખૂબ પ્રગતિ થશે; જાપાનની બરાબરી કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે બે તબક્કામાં આયોજિત મતદાન પહેલા તમામ પાર્ટીઓ જનતાને રિઝવવા લાગી ચૂકી છે. ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે અત્યારે જોરશોરથી મેદાને પડ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે જામનગરમાં સભા સંબોધીને ટૂરિઝમ ક્ષેત્રે વિકાસની પહેલ વિશે જણાવ્યું હતું. ચલો તેમની જામગનરની સભા પર નજર કરીએ…

માતા લક્ષ્મી આશીર્વાદ આપવા ગુજરાત જ આવવા જોઈએ- PM મોદી
વડાપ્રધાન મોદીએ જામનગરમાં પોતાની સભાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતના લોકોએ મને ગેરન્ટી આપી છે કે ભાજપની સરકાર જ બનશે. હું અવાર નવાર અહીં જનતાના આશીર્વાદ લેવા માટે આવતો રહું છું. વળી ગુજરાતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત અને સાફ છે કે લક્ષ્મી માતા ગુજરાત જ આવવા જોઈએ. લક્ષ્મીજીના આશીર્વાદ મળે એના માટે અને તેઓ અહીં આવે એના માટે તમામ રસ્તાઓ ખોલી દીધા છે. આના માટે જ મહેનત કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણેના સંબોધનથી તેમણે દેશની આર્થિક વ્યવસ્થા સુધારવા તરફ ઈશારો કર્યો છે.

ગુજરાતમાં ત્રિકોણીય વિકાસ થશે- PM મોદી
વડાપ્રધાન મોદીએ જામનગરમાં જણાવ્યું કે ગુજરાત એક મેન્યુફેક્ચરીંગ સ્ટેટ છે. તેવામાં જામનગર, મોરબી અને રાજકોટ આ એક ત્રિકોણ છે. જે જાપાનની સમકક્ષ પ્રગતિ કરવા જઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી હવે આજે રાજ્યમાં વિમાનો બનતા થઈ ગયા છે. આપણા રાજ્યને વિકસિત કરવા માટે મને યુવાનો પર વિશ્વાસ છે.

ADVERTISEMENT

PM મોદીએ ટૂરિઝમથી લઈ મેડિસિન ક્ષેત્રે પ્રગતિનો રોડ મેપ જણાવ્યો
વડાપ્રધાન મોદીએ આ દરમિાયાન ટૂરિઝમ ક્ષેત્રે રાજ્યને આગળ વધારવા કહ્યું હતું. તથા વિદેશ અને દેશના દરેક ખૂણાથી આવતા લોકોને આખું ભારત ભ્રમણ કરે તેવી યોજના બનાવવા માટે ભાજપ કાર્યરત હોવાનું જાણાવ્યું હતું. આ ચૂંટણી 5 વર્ષ માટે નહીં આગામી 24 વર્ષ માટે રાજ્યનું ભવિષ્ય નક્કી કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જામનગર ટ્રેડિશનલ મેડિસિનની દુનિયામાં આગામી દિવસોમાં સફળતાના શિખરો પાર કરશે. વળી ભારત સરકારે અત્યારે મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસને માતૃભાષામાં ભણાવવાનું શરૂ કરી દેવાયું હોવાનો મુદ્દો પણ જણાવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT