સુરત બાદ ભાવનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ પુષ્પ વર્ષાથી સ્વાગત કર્યું
ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં ભવ્ય રોડ શો અને જનસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન હવે ભાવનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે વધુ એક…
ADVERTISEMENT
ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં ભવ્ય રોડ શો અને જનસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન હવે ભાવનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે વધુ એક રોડ શો કર્યો હતો. વડાપ્રધાનની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાવનગરમાં વડાપ્રધાન 5200 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સુરતમાં 3400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ બાદ તેમણે સુરતમાં 3400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જેમાં પાણી પુરવઠાના 672 કરોડના કામ, ડ્રિમ સિટીના 370 કરોડના કામ, ડ્રેનેડ કાર્યોના 890 કરોડના કામ, 139 કરોડના બાયોડાયવર્સિટી પાર્ક તથા BRTS-EV માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા ઉદ્ધાટન કર્યું હતું તથા જનસભાને પણ સંબોધી હતી.
ADVERTISEMENT
ભાવનગરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટના કરાશે શ્રીગણેશ
વડાપ્રધાન મોદી ભાવનગરમાં રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી આ દરમિયાન ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પોર્ટને રૂ. 4 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. વિશ્વના પહેલા CNG ટર્મિનલનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને તે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ પણ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત, પોર્ટ ભવિષ્યની જરૂરિયાતો અને પ્રદેશમાં આગામી વિવિધ પ્રોજેક્ટ્સની માંગને પણ પૂરી કરશે. આ પોર્ટમાં આધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પઝ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ હશે. જેની અત્યારના રોડવે અને રેલ્વે નેટવર્ક સાથે સીધું ડોર-સ્ટેપ કનેક્ટિવિટી હશે.
આ પોર્ટ કાર્ગો હેન્ડલિંગમાં ખર્ચ બચતના સંદર્ભમાં માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ આ પ્રદેશમાં લોકો માટે રોજગારીનું સર્જન પણ કરશે. ઉપરાંત, CNG ઈમ્પોર્ટ ટર્મિનલ એડિશન ઓલ્ટરનેટ ઊર્જાનો સ્ત્રોત બનીને ઉભરી આવશે. જે તાજેતરમાં વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારાનો વૈકલ્પિક ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડશે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી રિજનલ સાયન્સ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી આની સાથે ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. આ 20 એકરમાં ફેલાયેલું સાયન્સ સેન્ટર 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જે ભાવનગર દાસ નાળા, નારી ગામ, અમદાવાદ હાઈવે પાસે આવેલું છે.
ADVERTISEMENT
રિજનલ સાયન્સ સેન્ટરની વિશેષતાઓ-
- સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિકાસને ધ્યાનમાં રાખીને અહીં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે થીમ આધારિત ગેલેરીઓનું નિર્માણ કરાયું છે.
- અહીં મરિન એક્વેટિક ગેલેરીમાં વિવિધ દરિયાઈ જીવ તથા જળચર જીવો રાખવામાં આવશે.
- ઓટોમોબાઈલ ગેલેરીમાં વિવિધ એન્જિનોને લગતી માહિતી સહિત વિદ્યાર્થીઓ માટે અહીં વર્કશોપની વ્યવસ્થા પણ કરાઈ છે.
- નોબલ પ્રાઈઝ ગેલેરીમાં 224 મેડલ પ્રાપ્તકર્તાઓના જીવનના પરિવર્તન સહિત આ ક્ષેત્રે યોગદાનને પ્રદર્શિત કરશે.
- આની સાથે અહીં ઈલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરીમાં મેગલેવ, હોલ ઓફ ટેસ્લા, બુલેટ ટ્રેનના વર્કિંગ ડેમોન્સ્ટ્રેશન મોડલને નિહાળી શકશે.
- ભાવનગરનું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર બાયોલોજી સાયન્સીસ ગેલેરી સહિત વિવિધ થીમ આધારિત ગેલેરીઓ ઉપરાંત અહીં ટોય ટ્રેન, એનિમેટ્રોનિક ડાયનોસોર, નેચર એક્સપ્લોરેશન ટૂર, મોશન સિમ્યુલેટર્સથી સજ્જ છે. શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક ક્રિએટિવ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે.
વિવિધ પ્રોજેક્ટ્સના પણ થશે લોકાર્પણ
વડાપ્રધાન મોદી પોતાના ભાવનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન અન્ય વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ સૌની યોજના લિંક 2ના પેકેજ 7, 25 MW પાલિતાણા સોલર પીવી પ્રોજેક્ટ, APPL કન્ટેઈનર પ્રોજેક્ટ, ચોરવાડલા ઝોન વોટર સપ્લાય પ્રોજેક્ટ સહિતના શિલાન્યાસ કે લોકાર્પણ કરશે.
ADVERTISEMENT