‘કોંગ્રેસવાળા કહે છે કે, મોદીને એની ઔકાત બતાવી દઈશું, અહંકાર જુઓ’, PM Modi
સુરેન્દ્રનગર: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં PM મોદીનો આજે ત્રીજો દિવસ છે. આજે તેઓ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલા તો નર્મદા યોજનાનો…
ADVERTISEMENT
સુરેન્દ્રનગર: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં PM મોદીનો આજે ત્રીજો દિવસ છે. આજે તેઓ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલા તો નર્મદા યોજનાનો વિરોધ કરનારા મેધા પાટકરના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. સાથે જ તેમણે ફરીથી પોતાના માટે ભૂતકાળમાં કહેવાયેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.
PMએ ભૂતકાળના શબ્દોને ફરીથી જાહેર મંચ પર યાદ કર્યા
PMએ કહ્યું કે, વિકાસના મુદ્દે વાત થવી જોઈએ. પરંતુ કોંગ્રેસવાળાને ડર છે. એટલે હવે વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા. કોંગ્રેસવાળા કહે છે કે, મોદીને એની ઔકાત બતાવી દઈશું. અહંકાર જુઓ. અરે મા-બાપ, તમે બધા રાજપરિવારો છો. હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું. મારી કોઈ ઔકાત નથી. હું તો સેવક છું, સેવાદાર છું. એની ઔકાત હોતી હશે. તમે તો મને નીચ પણ કહ્યો, નીચી જાતિનો કહ્યો, મને મોતનો સૌદાગર કહ્યો. કેટલું કેટલું કીધું. હવે તમે ઔકાત બતાવવા નીકળ્યા છો. અમારી કોઈ ઔકાત નથી. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો. ગુજરાતના વિકાસની વાત કરો, આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો ભાઈ.
દરેક બુથ પર 100 ટકા મતદાન કરવા કહ્યું
ગુજરાત એકવાર ચીલો ચાતરે એટલે આખો દેશ પાછળ ચાલવાનો છે. હજુ મારે ઘણું બધું કરવું છે, રોળા અટકાવનારો એકને પણ ના લાવતા. ઘણી વખતે ભૂલ રહી ગઈ છે. એમણે શું ભલું કર્યું બોલો. આ વખતે આપણા જિલ્લામાં કમળ સિવાક કંઈ નહીં. આ ચૂંટણીમાં મારી બીજી એક ઈચ્છા છે, પૂરી કરશો? દરેક પોલિંગ બૂથમાં આપણે પહેલા કરતા વધારે મતદાન કરાવવું છે. 100 ટકા મતદાનના લક્ષ્યાંક સાથે જનારા લોકો હાથ ઊભો કરો, આ વખતે સુરેન્દ્રનગરના પોલિંગ બુથમાં એકપણ બુથ પાછલ ન રહી જાય. હજુ મારું એક અંગત કામ છે.
ADVERTISEMENT
લોકોને ખાસ કામ સોંપ્યું
સુરેન્દ્રનગર જિલ્લો અને હું જુદા નથી. તમારું સુરેન્દ્ર અને આ નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર. આ ત્રિવેણી સંગમ છે આપણો. હવે હું દિલ્હી વધારે રહું છું, મારો સમય ત્યાં વધારે આપવો પડે. જ્યારે બધાને ઘરે જાઓ ત્યારે બધાને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે. ઘરે ઘરે મારા પ્રણામ પહોંચાડજો. મતદેવાતઓને મળવા જાવ ત્યારે મત આવનારા દેવતા, ઈશ્વરનું રૂપ છે, આ તીર્થયાત્રા છે અને મતદારની તીર્થયાત્રા કરતા હોય ત્યારે મારા પણ પ્રણામ કહેજો.
ADVERTISEMENT
ADVERTISEMENT