PM મોદીએ LiFE મિશનને લોન્ચ કર્યું, યુવાઓને કહ્યું- જીમમાં જતી વખતે સાયકલનો ઉપયોગ કરો
કેવડિયાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને ગણતરીનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરીથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ કેવડિયામાં સ્ટેચ્યૂ…
ADVERTISEMENT
કેવડિયાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને ગણતરીનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરીથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા છે, જ્યાં તેઓ UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ સાથે ખાસ મિટિંગ કરી હતી. આ બાદ તેઓ Life પર્યાવરણીય કાર્યક્રમનું લોકાર્પણ કરાવ્યું હતું. વડાપ્રધાન મોદી 10મી હેડ ઓફ મિશન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. જેમાં 120 દેશમાં રહેલા ભારતના રાજદૂત ભાગ લેવાના છે.
PM મોદીએ કેવડિયામાં કહ્યું કે, એક ધારણા બનાવવામાં આવી હતી કે આબોહવા પરિવર્તન એ માત્ર નીતિ-સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી સુધી ઘટાડવાનું પસંદ કરે છે, જેનાથી પર્યાવરણ પર તેની નકારાત્મક અસર પડે છે. જીમમાં જતી વખતે વખતે તમે સાયકલનો ઉપયોગ કરો. આપણી જીવનશૈલી બદલવા માટે થોડુંક કરવું એ પર્યાવરણ માટે ઘણું મદદગાર સાબિત થઇ શકે છે. આબોહવા પરિવર્તનનો મુદ્દો હવે સર્વત્ર જોવા મળી રહ્યો છે, આજે આપણા ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે, નદીઓ સુકાઈ રહી છે. ત્યારે ‘મિશન લાઇફ’ આબોહવા કટોકટી સામે લડવામાં મદદ કરશે.
ADVERTISEMENT
લાઈફ મિશન વિશે જાણો વિગતવાર
મિશન લાઈનનો હેતુ પૃથ્વી સાથે મિત્રતા પૂર્વક જીવનશૈલી જીવવાનો છે. જે હેઠળ રિડ્યૂસ, રિયૂઝ અને રિસાઈકલના વિચારો સાથે પૃથ્વી પર જીવન વધુ સારુ કરવા માટે છે. આનો મુખ્ય ઉદ્દેશ 2022-23થી 2027-28 સુધી પર્યાવરણના સંરક્ષણ માટેના કાર્યોને પ્રોત્સાહન આપવાનું છે. આમાં લગભગ તમામ ભારતીયોને એકત્રિત કરી વ્યક્તિગત તથા સામૂહિક પગલા લેવા પર છે. જેમાં વિશ્વના દરેક ભાગથી નાગરિકોને એકત્રિત કરવાનો હેતુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક નાગરિક પોતાના બાજુથી રોજિંદા જીવનને પર્યાવરણ ફ્રેન્ડલી વર્તન રાખી જીવે તથા પૃથ્વીનું રક્ષણ કરે એનો છે.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT