PM મોદીએ ફરી ઉઠાવ્યો અર્બન નક્સલનો મુદ્દો, કહ્યું- અર્બન નક્સલોને આજે રાજકીય સમર્થન મળે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

કેવડિયા: કેવડિયા ટેન્ટ સીટી ખાતે આજથી બે દિવસ તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા. જ્યાં તેમણે પર્યાવરણ સંબંધી ખાસ સંદેશ આપવા સાથે સ્ક્રેપિંગ પોલિસી વિશે વાત કરી. આ સાથે જ તેમણે અર્બન નક્સલવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ભારત આગામી 25 વર્ષના અમૃક કાળ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રકૃતિ, પર્યાવરણ અને વિકાસથી એક પ્રકારે એકતા નગરનો વિકાસ થયો છે તે સંદેશ આપે છે કે વન અને પર્યાવરણ માટે એકતા નગર તિર્થ ક્ષેત્ર બની ગયું છે. ભારત આગામી 25 વર્ષના અમૃક કાળ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યો છે. તમારી મદદથી પર્યાવરણની રક્ષામાં મદદ મળશે અને ભારતનો વિકાસ ઝડપથી થશે. ભારત ઝડપથી વધતી ઈકોનોમી છે. આપણે દુનિયાને બતાવ્યું છે કે રિન્યુએલબ એનર્જી મામલે આપણી સ્કીલ અને સ્કેલને કદાચ જ કોઈ મેચ કરી શકે છે.

2070 સુધીમાં નેટ ઝીરોનો ભારતનો ટાર્ગેટ
લાઈવ મુવમેન્ટ મોટા પટકારો સામે લડવા માટે ભારત આજે દુનિયાને નેતૃત્વ આપી રહ્યું છે. દુનિયા આજે ભારત સાથે જોડાઈ રહી છે. પાછલા વર્ષોમાં સિંહ, ગેંડા, વાઘ, દીપડાની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. મધ્ય પ્રદેશમાં ચિત્તા આવવાથી નવો ઉત્સાહ પાછો આવ્યો છે. ભારતમાં 2070 સુધી નેટ ઝીરોનો ટાર્ગેટ રાખ્યો છે. દેશનો ફોકસ હવે ગ્રીન ગ્રોથ છે. ગ્રીન જોબ માટે પણ ઘણા અવસર પેદા થાય છે. આ તમામ ટાર્ગેટની પ્રાપ્તિ માટે તમામ રાજ્યના પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા મોટી છે.

ADVERTISEMENT

દુર્ભાગ્યથી સમયની સાથે આપણી વ્યવસ્થામાં એક વિચાર હાવી થતો ગયો કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા રેગ્યુલેટર તરીકે વધારે છે, પરંતુ હું સમજુ છું કે પર્યાવરણ મંત્રાલયનું કામ રેગ્યુલેટર કરતા પર્યાવરણને પ્રોત્સાહન કરવાનું છે. દરેક કામ જેનાથી પર્યાવરણની રક્ષા થઈ રહી હોય તેમાં તમારા મંત્રાલયનો મોટો ભાગ છે.

ADVERTISEMENT

સ્ક્રેપિંગ પોલિસીમાં રાજ્યોને આગળ આવવા કહ્યું
PM મોદીએ કહ્યું કે, આપણે સ્ક્રેપિંગ પોલિસીને વેગ આપવો હોય તો આપણે ભારત સરકારના પહેલા જૂના વાહનો છે તેમને સ્ક્રેપિંગમાં લાવો જેથી ઉદ્યોગો ચાલુ થઈ જાય. રાજ્યોમાં પણ પર્યાવરણ મંત્રાલય જૂના સરકારી વાહનોને સૌથી પહેલા સ્ક્રેપિંગમાં મોકલે પછી નવી ગાડીઓ પણ આવશે. ફ્યૂઅલ પણ બચશે. તમામ પર્યાવરણ મંત્રાલયોએ બાયો ફ્યૂઅલ પોલિસી પર પણ કામ કરવું પડશે.

ADVERTISEMENT

અર્બન નક્સલવાદ પર બોલ્યા PM મોદી
PMએ કહ્યું, પર્યાવરણ ક્લિયરન્સના નામ પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને રોકવામાં આવે છે. તમે બેઠેલા છો તે એકતા નગરનું ઉદાહરણ આંખો ખોલનારું છે. કેવી રીતે અર્બન નક્સલોએ, વિકાસ વિરોધીએ આ સરદાર સરોવર ડેમને રોકીને રાખ્યો હતો. આ જળાશયનું શિલાન્યાસ દેશ આઝાદ થયો તે બાદ કરાયું હતું. તેમાં સરદાર પટેલે મોટી ભૂમિકા ભજવી હતી. પંડિત નહેરુએ શિલાન્યાસ કર્યો હતો, પરંતુ બધા અર્બન નક્સલ મેદાનમાં આવી ગયા અને આ પર્યાવરણ વિરોધી છે તેવું અભિયાન ચલાવ્યું અને વારંવાર તેને અટકાવ્યું. જે કામની શરૂઆત નહેરૂજીએ કર્યું તે કામ મારા આવ્યા બાદ પૂરું થયું. દેશના કેટલા પૈસા બરબાદ કર્યા. આ અર્બન નક્સલ આજે પણ ચૂપ નથી. તેમના ખેલ રમી રહ્યા છે. તેમનું જુઠ્ઠાણુ પકડાઈ ગયું તે પણ સ્વીકારતા નથી. તેમને કેટલાક રાજકીય સમર્થન મળી જાય છે. ભારતમાં વિકાસને રોકવા માટે ઘણી ગ્લોબલ ઈન્સ્ટીટ્યૂશન પણ આવા મોટા વિષયો પસંદ કરી હોબાળો કરી દે છે અને અર્બન નક્સલ તેને માથા પર લઈને નાચતા રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT