ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ! આજે PM મોદી, રાહુલ ગાંધી જનસભાઓ સંબોધશે, કેજરીવાલનો રોડ શો
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણની સીટો પર ઉમેદવારી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. ગુજરાતની સત્તા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણની સીટો પર ઉમેદવારી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. ગુજરાતની સત્તા પર કબજો કરવા માટે સત્તાધારી ભાજપની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરું જોર લગાવી રહી છે. દરેક પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી માટે પોતાના મોટા નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે આજે ગુજરાતમાં PM મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ત્રણેય મતદાતો સમક્ષ પ્રચાર કરતા જોવા મળશે.
PM મોદીની આજે ત્રણ જનસભાઓ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે તેઓ ત્રણ જનસભાઓને સંબોધિત કરશે. જેમાં આજે સવારે સુરેન્દ્રનગરમાં પહેલી રેલી કરશે. આ બાદ તેઓ ભરુચ અને નવસારીમાં પણ જનસભાને સંબોધન કરશે. PM સાથે ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલ અને પુરુષોત્તમ રૂપાલા, સી.આર પાટીલ સહિતના નેતાઓ જનસભાને સંબોધિત કરશે.
રાહુલ ગાંધીની બે જનસભાઓ
હાલમાં જ હિમાચલ પ્રદેશમાં પૂરી થયેલી ચૂંટણીમાં પ્રચારથી દૂર રહેનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીમાં રણ મેદાનમાં ઉતર્યા છે. ભારત જોડો યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે રાજકોટ અને સુરતના મહુધામાં જનસભાને સંબોધિત કરશે.
ADVERTISEMENT
પાટીદારોના ગઢમાં કેજરીવાલ કરશે પ્રચાર
ગુજરાતમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. કેજરીવાલ આજે પાટીદારોના ગઢ મનાતા અમરેલીમાં રોડ શો કરવાના છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજયસિંહ પણ ગુજરાતમાં છે. આ તમામ નેતાઓ પણ અલગ-અલગ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે.
ADVERTISEMENT