જયા કિશોરી, મૈથિલી ઠાકુર, RJ રોનક...PM Modi એ યુવા હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી કર્યા સન્માનિત

ADVERTISEMENT

National Creators Award
જુઓ PM મોદીએ કોને-કોને આપ્યા નેશનલ ક્રિએટર્સ એવોર્ડ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

યુવા હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ

point

ભારત મંડપમ ખાતે યોજાયો હતો કાર્યક્રમ

point

PM મોદીએ અનેક યુવા હસ્તીઓનું કર્યું સન્માન

National Creators Award: વડાપ્રધાન મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અનેક યુવા હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા. ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કથાવાચક જયા કિશોરીથી લઈને લોક ગાયિકા મૈથિલી ઠાકુર અને આરજે રોનક સુધીની અનેક યુવા હસ્તીઓનું સન્માન કર્યું.

આ કેટેગરીમાં અપાયા એવોર્ડ

આ એવોર્ડ 20 થી વધુ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં બેસ્ટ સ્ટોરીટેલિંગથી લઈને ધ ડિસપ્ટર ઓફ ધ યર, સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, બેસ્ટ ક્રિએટર ફોર સોશ્યલ ચેન્જ, મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર, કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર, ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર, ક્લીનલીનેસ એમ્બેસેડર એવોર્ડ, ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ, ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઈકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ અને મહિલા), બેસ્ટ ક્રિએટર ઈન ફૂડ કેટેગરી, બેસ્ટ ક્રિએટર ઈન એજ્યુકેશન કેટેગરી, બેસ્ટ ક્રિએટર ઈન ગેમિંગ કેટેગરી, બેસ્ટ માઈક્રો ક્રિએટર, બેસ્ટ નેનો ક્રિએટર, બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર કેટેગરીનો સમાવેશ છે. 

ADVERTISEMENT

કથા વાચક અને લોક ગાયિકાને પણ એવોર્ડ

કથા વાચક જયા કિશોરીને બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. તો લોક ગાયિકા મૈથિલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા?

- કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર- મૈથિલી ઠાકુર
- સોશિયલ ચેન્જ એવોર્ડ કેટેગરી - જયા કિશોરી
- બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિએટર - ડ્રુ હિક્સ
- બેસ્ટ સ્ટોરીટેલિંગ ક્રિએટર - કીર્તિકા ગોવિંદસામી
- બેસ્ટ એજ્યુકેશનલ ક્રિએટર - નમન દેશમુખ
- બેસ્ટ ટેક ક્રિએટર - ગૌરવ ચૌધરી
- બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર - અંકિત બૈયનપુરિયા
- બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર - કામિયા જાની
- બેસ્ટ ક્રિએટર ઈન ફૂડ કેટેગર - કબિતા સિંહ 
- Disruptor ઓફ ધ યર એવોર્ડ - રણવીર અલ્હાબાદિયા
- મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ) - આરજે રોનક
- મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (મહિલા) - શ્રદ્ધા
- બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડ - અરિંદમન
- બેસ્ટ ક્રેએટર ઈન ગેમિંગ કેટેગરી - નિશ્ચય
- હેરિટેજ ફેશન આઈકોન એવોર્ડ - જાહવાની સિંહ
- સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ- મલ્હાર કલમ્બે
- ફેવરેટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ - પંક્તિ પાંડેય
- સિલિબ્રિટી ક્રિએટર એવોર્ડ - અમન ગુપ્તા 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT