PM મોદીએ હિમાચલી પોશાક પહેરી કેદારનાથમાં બાબાની ખાસ પૂજા કરી; 3400 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
કેદારનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છઠ્ઠી વખત બાબા કેદારના દરવાજે પહોંચ્યા છે. તેમના આગમન પર તીર્થધામના પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
ADVERTISEMENT
કેદારનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છઠ્ઠી વખત બાબા કેદારના દરવાજે પહોંચ્યા છે. તેમના આગમન પર તીર્થધામના પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસપીજી સાથે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. બાબા કેદારને પ્રણામ કર્યા પછી, તેઓ મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદી સફેદ ડ્રેસ, લાલ હિમાચલી કેપ અને કમર પર સાફો પહેરીને જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અત્યારે સુપર એક્ટિવ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પણ તેઓ ભાજપને માર્ગદર્શન આપવાની સાથે વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પણ કરી રહ્યા છે. તેવી જ રીતે ઉત્તરાખંડને આજે રૂપિયા 3400 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેકટ્સનો શિલાન્યાસ કરશે.
PM મોદીના ખાસ આઉટફિટ વિશે જાણો…
PM મોદી જ્યારે પણ કેદારનાથ ધામમાં આવે છે ત્યારે તેમના કપડાં ખાસ હોય છે. સાથે જ તેમની આ સ્ટાઈલ પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. નિષ્ણાતોના મતે પીએમ મોદી જે ડ્રેસ પહેરે છે તેને હિમાચલના ખાસ વસ્ત્રો ચોલા ડોરા કહે છે. આ પહેલા પણ ત્રણ વખત જ્યારે પીએમ મોદી કેદારનાથ આવ્યા હતા ત્યારે તેમના આઉટફિટની ખૂબ ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
વર્ષ 2019માં જ્યારે પીએમ મોદી કેદારનાથ પહોંચ્યા હતા ત્યારે પણ પીએમનો પોશાક આકર્ષણનું કેન્દ્ર હતો. વડાપ્રધાન મોદી હિમાચલી ટોપી, લદ્દાખી ગૌચા, કમરે લાલ સાફો પહેર્યો હતો. આ પહેલા પણ જ્યારે વડાપ્રધાન ત્રણ વખત કેદારનાથ પહોંચ્યા હતા ત્યારે તેમનો પોશાક અલગ હતો.
વડાપ્રધાન મોદીએ ખાસ ઓવરકોટ પહેર્યો
નિષ્ણાતોના મતે, વડાપ્રધાન મોદીએ 2019માં જ્યારે બુદ્ધ પૂર્ણિમા આવી ત્યારે તેમના ડ્રેસનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમનો ડ્રેસ ઉત્તરાખંડના જૌંસર બાવરના નિષ્ણાત દરજી રણસિંહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જૌંસર બાવરના આ પરંપરાગત પહેરવેશને ચોડા કહેવામાં આવે છે. પીએમને આ પોશાકમાં જોઈને ધામમાં દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પહેલા જ્યારે પીએમ 2017માં કેદારનાથ આવ્યા હતા ત્યારે તેમણે ઓવરકોટ પહેર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT