PM મોદીએ સુઝુકીના બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, કહ્યું- સુઝુકી પરિવારે ગુજરાતને આપેલું વચન પાળ્યું
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સવારે કચ્છના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં મહાત્મા મંદિર ખાતે સુઝુકીના ભારતમાં…
ADVERTISEMENT
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સવારે કચ્છના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં મહાત્મા મંદિર ખાતે સુઝુકીના ભારતમાં 40 વર્ષ પૂરા થવાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ બે નવા પ્લાન્ટનો PMએ શિલાન્યાસ કર્યો હતો. હાંસલપુરમાં મારુતિ સુઝુકીના ઈ-બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ 7300 કરોડના ખર્ચે તૈયાર થશે. આ સાથે જ તેમણે હરિયાણાના પણ એક પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.
ભારત સાથે સુઝુકીનો સંબંધ 40 વર્ષનો થયો
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત સાથે સુઝુકીનો પારિવારિક સંબંધ હવે 40 વર્ષનો થઈ ગયો છે. એકબાજુ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરીના પ્રોડક્શન માટે પ્લાન્ટનો શિલાન્યાસ થાય છે. હરિયાણામાં નવા કાર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ થઈ રહી છે. ભારત અને જાપાનને નિકટ લાવનારા શિંઝો આબેની યાદ આવે છે. તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે જે સમય અહીં વિતાવ્યો તેને ગુજરાતના લોકો આત્મિયતા સાથે યાદ કરે છે. આપણા દેશોને નિકટ લાવવા તેમણે જે પ્રયાસો કર્યા તેને પીએમ કિસીદા આગળ વધારી રહ્યા છે.
ADVERTISEMENT
સુઝુકીએ ગુજરાતને આપેલું વચન નિભાવ્યું
તેમણે કહ્યું કે, 13 વર્ષ પહેલા સુઝુકી ગુજરાત આવી હતી ત્યારે મેં કહ્યું હતું કે, મારુતિના મિત્ર ગુજરાતનું પાણી પીશે એટલે તેમને ખબર પડી શકે કે વિકાસનું પરફેક્ટ મોડલ ક્યાં છે. મને ખુશી છે કે, ગુજરાતમાં સુઝુકીને આપેલો પોતાનો વાયદો નિભાવ્યો છે અને સુઝુકીએ ગુજરાતની વાત પણ તે સન્માન સાથે રાખી. આજે ગુજરાત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ટોપ ઓટોમેટિવ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. આજનો અવસર એવો છે જેમાં ગુજરાત અને જાપાનના આત્મિય સંબંધ પણ જેટલી ચર્ચા કરું એટલી ઓછી છે.
ગુજરાતમાં 125 જાપાની કંપનીઓ કામ કરી રહી છે
2009માં વાયબ્રન્ટ સમિટનું આયોજન થયું ત્યારથી જાપાન આ સાથે એક પાર્ટનર દેશ તરીકે હંમેશા જોડાયેલું રહ્યું છે. એક બાજુ એક રાજ્ય અને એક બાજુ વિકસિત દેશ. આ ખૂબ મોટી વાત છે. મુખ્યમંત્રીના કાર્યકાળના સમયમાં હું હંમેશા કહેતો, મારે ગુજરાતમાં મિની જાપાન બનાવવું છે. આ પાછળનો ભાવ હતો કે જાપાનના અતિથીઓને ગુજરાતમાં પણ જાપાનની અનુભૂતિ થાય. અમે પ્રયાસ કર્યો કે જાપાનના લોકો, કંપનીઓને અહીં કોઈ પરેશાની ન થાય. આ પરિણામે જ 125થી વધુ જાપાની કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત આગામી 25 વર્ષ માટે પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને. આ માટે ઈનોવેશન અને પ્રયાસ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મને આશા છે કે તમારા સહયોગથી દેશ આ હાંસેલ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT