PM મોદી આજથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે, 14,500 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત આજથી શરૂ થઈ રહી છે. તેઓ 9થી 11 ઓક્ટોબર સુધી રાજ્યના પ્રવાસ પર હશે, ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે જશે. ઉલ્લેખનીય છે કે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન 14,500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ દરમિયાન તેઓ મહેસાણા, આણંદ, ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે અને સભા ગજવશે.

PM સૂર્ય મંદિરમાં દર્શનનો લાભ લેશે
વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર PM મોદી આજે સાંજે લગભગ 5.30 વાગ્યે મોઢેરા, મહેસાણામાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જે બાદ તેઓ સાંજે 6:45 કલાકે મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન અને પૂજા કરશે અને સાંજે 7:30 કલાકે સૂર્ય મંદિરમાં દર્શનનો લાભ લેશે.

જામનગરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ
પ્રવાસના બીજા દિવસે 10 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાની આસપાસ પીએમ મોદી ભરૂચના આમોદમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3:15 કલાકે વડાપ્રધાન અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પછી, સાંજે 5.30 વાગ્યે, વડાપ્રધાન જામનગરમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

ADVERTISEMENT

મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ બનશે
PM મોદી આજે મહેસાણામાં એક જાહેર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્યાં તેઓ મોઢેરામાં 3900 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોઢેરા ગામને ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કરશે. સમગ્ર ગામની સૌર ઉર્જાનું સંચાલન આ પ્રકારની પ્રથમ યોજના છે.

PM ત્રીજા દિવસે ઉજ્જૈન જવા રવાના થશે
PM મોદી ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે 11 ઓક્ટોબરે તેઓ બપોરે 2:15 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમનો ગુજરાત પ્રવાસનો આ છેલ્લો કાર્યક્રમ હશે, ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT