ભાજપે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, નવરાત્રીમાં ગુજરાત પ્રવાસ પર PM મોદી ગરબાના રંગમાં રંગાશે!
ભાવનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે પણ પ્રાચર કરવાનું જોરશોરથી શરૂ કરી દીધું છે. તેવામાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે…
ADVERTISEMENT
ભાવનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે પણ પ્રાચર કરવાનું જોરશોરથી શરૂ કરી દીધું છે. તેવામાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપવાની સાથે ભાવનગરમાં રોડશો અને સભાને સંબોધશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ…
PM મોદીનું 29 સપ્ટેમ્બરનું શેડ્યૂલ
વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર સહિત અમદાવાદમાં એક પછી એક હાજરી આપશે. PM મોદી સવારે સુરતમાં એક કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારપછી ભાવનગરમાં વડાપ્રધાન મોદી રોડ શો કરશે અને સભાનું સંબોધન કરશે. અમદાવાદ આવ્યા પછી નરેન્દ્ર મોદી અહીં નેશનલ ગેમ્સની શરૂઆત કરશે અને GMDC ગ્રાઉન્ડ ખાતે રાત્રે ગરબામાં પણ હાજરી આપશે. જોકે સમગ્ર દિવસના વ્યસ્થ માળખા બાદ વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
30 સપ્ટેમ્બરઃ વડાપ્રધાન મોદીનું શેડ્યૂલ
નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ફ્લેગ ઓફ કરાવશે. ત્યારપછી આ ટ્રેનમાં બેસી તેઓ કાલુપૂર સ્ટેશન ખાતે જશે. આ દરમિયાન કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટ પૈકી કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરાની શરૂઆત કરશે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સભાનું સંબોધન કરશે અને અમદાવાદથી રાજભવન પહોંચશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે થોડા સમય વિશ્રામ કર્યા પછી વડાપ્રધાન મોદી અંબાજી માતાના મંદિરે દર્શન કરવા જશે અને ત્યાં નવી રેલવે લાઈનનું ખાતમુહૂર્ત કરશે. અહીંથી તેઓ ગબ્બર ખાતે દર્શન કરવા પણ જશે.
5 દિવસમાં 12થી વધુ સભા સંબોધશે
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી જાહેરાત કરી શકે છે. તેવામાં સપ્ટેમ્બર અને ઓક્ટબર મહિના દરમિયાન તેઓ 5 દિવસ ગુજરાત પ્રવાસ પર હશે. જેમાં તેઓ કુલ 12 જેટલી જનસભાને સંબોધશે. નોંધનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન મોદી સુરત, ભાવનગર, અંબાજી, જામનગર, ભરૂચ અને રાજકોટના પ્રવાસે આવશે. જ્યાં જનસભાને સંબોધશે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણી પહેલા હવે ભાજપ પણ પ્રચાર કરવા કમરકસી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT