PM મોદીએ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, ગુજરાતને મળી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને (Vande bharat Train) લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી હાઇસ્પીડ ટ્રેન હશે. આ ટ્રેન દેશમાં જ બનાવવામાં આવેલી ‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર સુધીની સ્પીડ મેળવી શકે છે.

ટ્રેનમાં મળશે આ સુવિધા
વંદે ભારત ટ્રેનમાં GSM અથવા GPRS, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર, સીસીટીવી કેમેરા, પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર, વેક્યૂમ બાયોટોયલેટ્સ, સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ, 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર, વાઇફાઈની સુવિધા તથા દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સની સુવિધા ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

દેશની ત્રીજી સેમી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન
દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી, 2019 ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન દેશમાં જ વિકસીત કરવામાં આવી છે. ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે. વધુમાં વંદે ભારત ટ્રેન આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ જાય છે.

આજના કાર્યક્રમો

ADVERTISEMENT

  • સવારે 10.30 કલાકે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન
  •  11.30 કલાકે અમદાવાદ મેટ્રો ટ્રેનનું કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન
  • 12 કલાકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીથી મેટ્રો પોરોજેક્ટ ફેઝ -1 નું ઉદ્ઘાટન
  • સાંજે 5.45એ 7200 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત અંબાજીથી કરવામાં આવશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે અંબાજીના દર્શન કરશે
  • વડાપ્રધાન મોદી ગબ્બર તીર્થ ખાતે મહાઆરતી કરશે

(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT