PM મોદીએ ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલી પાઠવી, મહાત્મા ગાંધી વિશે મહારાણી સાથે થયેલી ચર્ચા વિશે જણાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર રહ્યા હતા. તેવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે UK પ્રવાસ પરની ખાસ યાદો તથા મહાત્માગાંધી વિશે મહારાણી સાથે થયેલી ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલી પાઠવી

ADVERTISEMENT

બકિંગહામ પેલેસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજે બપોરે બાલમોરલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતિયનું અવસાન થયું છે. મહારાણીને પાસે તેમના સંતાનો પણ બાલમોરાલ પહોંચી ગયા હતા. આની સાથે હોસ્પિટલમાં ક્વીનના પૌત્ર પ્રિન્સ વિલિયમ પણ હોસ્પિટલમાં હાજર હતા. આની સાથે વિલિયમના નાના ભાઈ પ્રિન્સ હેરી પણ તેમને મળવા પહોંચ્યા હતા.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું..
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ દ્વિતિયના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું કે તેમના અવસાનના સમાચાર સાંભળી મને ઘણું દુઃખ થયું છે. એલિઝાબેથ- દ્વિતિયને એક યુગના મહાન શાસકોમાંના એક તરીકે યાદ કરવામાં આવશે. મહારાણીએ તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ આપ્યું. આ દુઃખના સમયે તેમના પરિવાર અને બ્રિટનના લોકો પ્રત્યે મારી સંવેદના છે.

ADVERTISEMENT

પીએમ મોદીએ કહ્યું, “હું 2015 અને 2018માં UKના પ્રવાસ દરમિયાન રાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યો હતો. હું તેમની મિત્રતા અને સ્વભાવને ક્યારેય ભૂલીશ નહીં. મહારાણીએ મને એક રૂમાલ બતાવ્યો હતો, જે મહાત્મા ગાંધીએ તેમને લગ્નમાં ભેટ આપ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT