Gujarat Elections: PM Modi એ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા રહી રાણીપની સ્કૂલમાં કર્યું મતદાન
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. મતદારો આજે 833 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મત આપવા ગુજરાત પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી છે મત આપ્યો હતો. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું.
આજે PM મોદી રાણીપ મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરવા આવી રહ્યા હોવાથી રાણીપ મતદાન કેન્દ્ર ખાતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડાપ્રધાન મોદીના સમર્થકો સવારથી જ રાણીપ ખાતે પહોંચી ગયા હતા. સમર્થકો ‘મોદી મોદી’ના નારા લગાવી રહ્યા છે. મતદાન કેન્દ્રની બહાર કેસરી ટોપી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના લીધા આશીર્વાદ
બીજા તબક્કામાં વડાપ્રધાન મોદીનું પણ મતદાન હોવાથી તેઓ ગઈકાલે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પહેલા મહંતસ્વામીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ પોતાના માતા હીરા બાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. હીરાબાને મળવા માટે તેઓ ભાઇના નિવાસ સ્થાન વૃંદાવન -2 બંગ્લોઝમાં મળવા માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT