PM મોદીએ સુરતને મિની હિન્દુસ્તાન બતાવ્યું, કહ્યું- આ શહેર શ્રમનું સન્માન કરનારું છે
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ બાદ તેમણે સુરતમાં 3400 કરોડના…
ADVERTISEMENT
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ બાદ તેમણે સુરતમાં 3400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જેમાં પાણી પુરવઠાના 672 કરોડના કામ, ડ્રિમ સિટીના 370 કરોડના કામ, ડ્રેનેડ કાર્યોના 890 કરોડના કામ, 139 કરોડના બાયોડાયવર્સિટી પાર્ક તથા BRTS-EV માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા ઉદ્ધાટન કર્યું હતું.
PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત સુરતવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવીને કરી હતી. તેમણે કહ્યું, નવરાત્રીનું વ્રત ચાલુ હોય ત્યારે સુરત આવવું થોડું મુશ્કેલ લાગે છે. સુરત આવો અને સુરતી ખોરાક ખાધા વિના જાઓ. મારું સૌભાગ્ય છે નવરાત્રીના આ પાવન અસવરે હું આજ અને કાલે ગુજરાતની ધરતી પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ અને આસ્થા સાથે જોડાયેલો રહીશ.
ADVERTISEMENT
તેમણે કહ્યું, ગુજરાતના લોકોનું, સુરતના લોકોનું ધન્યવાદ કરવા માટે મારા શબ્દો પણ ઓછા પડી રહ્યા છે. સુરતમાં વિકાસનું કામ જે રીતે દરેક ઘર સુધી પહોંચી રહ્યું છે, તે જોઉ છું, સાંભળું છુ ત્યારે મારી ખુશી અનેકગણી વધી જાય છે. આ જ ક્રમમાં આજે સુરતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓનું ઉદ્ધાટન અથવા શિલાન્યાસ કરાયો છે. ભારતનો કોઈ એવો પ્રદેશ નહીં હોય જેના લોકો સુરતની ધરતી પર નહીં રહેતા હોય. એક રીતે મિની હિન્દુસ્તાન, સુરતની ખાસિયત એ છે કે આ શહેર શ્રમનો સન્માન કરનારું શહેર છે. અહીં ટેલેન્ટની કદર થાય છે, આકાંક્ષાઓ પૂરી થાય છે, સપનાઓ સાકાર થાય છે. વિકાસની દોડમાં પાછલ છૂટી જાય છે તેમને આ શહેર વધારે તક આપે છે.
PM મોદીએ પૂર્વ સરકાર પર આક્ષેપ કર્યા
વડાપ્રધાને કહ્યું કે, અમે અગાઉની સરકારને કહી કહીને થાકી ગયા કે સુરતમાં એરપોર્ટની જરૂર કેટલી છે, આજે જુઓ કેટલી ફ્લાઈટ અહીંથી ઉડે છે કેટલા લોકો અહીંથી જાય છે. આ જ સ્થિતિ મેટ્રોને લઈને પણ હતી. આજે ડબલ એન્જિનની સરકારમાં સ્વીકૃતિ પણ ઝડપી મળે છે અને કામ પણ એટલા જ ઝડપથી થાય છે.
ADVERTISEMENT