PM મોદી દાંતામાં વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે, અંબાજી માતાના આશિર્વાદ પણ લેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાંતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી કાર્યોની અનોખી ભેટ આપી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનને ગ્રિન ફ્લેગ બતાવી તેમણે સભાનું સંબોધન કર્યું હતું. ત્યારપછી તેઓ દાંતા જવા માટે રવાના થઈ ગયા હતા. અહીં તેઓ રૂ.7200 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારપછી તેઓ સાંજે અંબાજી માતાનાં દર્શન કરવા માટે જથે અને પછી ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે. નોંધનીય છે કે અંબાજીના દર્શન કરવા માટે નરેન્દ્ર મોદી ક્યારેય પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા નથી. 2001થી 2022 સુધી તેઓ માતાનાં શરણે ગાડી લઈને જ આવ્યા છે.

મેટ્રો ટ્રેનને મળ્યું ગ્રિન સિગ્નલ
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ બાદ તેઓ વંદેભારત ટ્રેનમાં મુસાફરીને કાલુપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદ મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી અને મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ તેમણે AES ખાતે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરાવ્યું હતું.

વડાપ્રધાને મેટ્રોની સવારી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવીને તેમાં મુસાફરી પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિત અન્ય આગેવાનો પણ જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT