PM મોદીએ જનતાને 2 રેકોર્ડ તોડવા જણાવ્યું, મતદાન જાગૃતિથી લઈ વિજયરથ વિશે કહ્યું..
વેરાવળઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે સોમનાથ મંદિરે દર્શન કરી મહાદેવનું ખાસ પૂજન…
ADVERTISEMENT
વેરાવળઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે સોમનાથ મંદિરે દર્શન કરી મહાદેવનું ખાસ પૂજન અર્ચન કર્યું હતું. ત્યાં વિધિવત પૂજા કર્યા પછી તેમણે વેરાવળ ખાતે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં 2 રેકોર્ડ તોડવા માટે જનતાને જણાવ્યું હતું. ચલો વિગતવાર માહિતી મેળવીએ….
વડાપ્રધાન મોદીએ કહ્યું હું મહાદેવના ચરણો આવ્યો…
PM મોદીએ કહ્યું કે સોમનાથ દાદાની પવિત્ર ધરતી પરથી મેં આ ચૂંટણી રેલીમાં ભાગ લીધો છે. ગઈકાલે હું કાશીના દરબારમાં હતો તો આજે સોમનાથનાં ચરણોમાં છું. સોમનાથ દાદાના આશીર્વાદ હોય અને એની સાથે જનતા પણ સાથે હોય તો બીજી શું વાત. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં મારે રેકોર્ડ તોડવા છે એટલે હું તમારી સમક્ષ આવ્યો છે.
વડાપ્રધાને લોકોને કહ્યું 2 રેકોર્ડો તોડજો…
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે પોલિંગ બૂથમાં જૂના બધા રેકોર્ડ તોડીને વધુમાં વધુ મતદાન થાય એવો સંકલ્પ લઈએ. મતદાન કરવું જ જોઈએ. બધા કઈ કમળને જ બટન દબાવો એવું હું નથી કહેતો. લોકતંત્રના ઉત્સવને એક એક નાગરિકે ઉજવવો જોઈએ. જેથી જ આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. આ જવાબદારી પણ ભાજપ પાસે જ છે. તમારે નિભાવવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT