અમદાવાદના સ્ટેડિયમમાં PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM સાથે બેસીને ભારત V/s ઓસી. ટેસ્ટ મેચ જોશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં જી-20 સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીસ ગુજરાત આવી રહ્યા છે. જોકે આ દરમિયાન જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. એવામાં PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM સાથે બેસીને સ્ટેડિયમમાં આ મેચ નીહાળી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ પહેલીવાર ભારતના વડાપ્રધાન તેમાં મેચ જોશે.

9થી 13 માર્ચ સુધી ટેસ્ટ મેચ રમાશે
એક સમાચાર પત્રના રિપોર્ટ મુજબ, આગામી 9મી થી 13 માર્ચ સુધી અમદાવાદમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ખૂબ જ ખાસ રહેશે. મેચ જોવા માટે આવાના હોવાથી તે મુજબ કાર્યક્રમ તૈયાર થઈ ગયો છે. જી20 સમિટમાં ઓસ્ટ્રેલિયાના PM ગુજરાત આવશે અને બંને PM તે દિવસે અમદાવાદમાં હશે. તેઓ ચોથી ટેસ્ટના પહેલા દિવસે મેચ જોવા જશે અને બંને દેશના ખેલાડીઓને પણ મળશે.

આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો! 5 વર્ષની બાળકીના હાથમાં મોબાઈલ ફાટ્યો, 6 આંગળીઓ કપાઈ ગઈ

ADVERTISEMENT

બંને દેશના ક્રિકેટરો સાથે પણ મુલાકાત કરશે
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને હાલમાં જ ટ્વીટ કર્યું હતું કે, હું ગુજરાતમાં ભારત સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પર નજર રાખીશ. હું ત્યાં PM મોદી સાથે હોઈશ. અમે આર્થિક તકોને કેવી રીતે વિસ્તૃત કરવી તે વિશે ચર્ચા કરવા ઓસ્ટ્રેલિયન ડેલિગેશનને પણ લઈ જઈશું.

આજથી ટેસ્ટ સીરિઝની શરૂઆત
આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સીરિઝની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં, આ બાદ ત્રીજી ટેસ્ટ ધર્મશાળામાં અને ચોથી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT