અંબાજી ખાતે PM મોદીના સ્વાગત માટે કરાઈ ખાસ વ્યવસ્થા, બોર્ડર વિસ્તારના રસ્તાઓ પર કડક ચેકિંગ
અંબાજીઃ વડાપ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સુપર એક્ટિવ રહ્યા છે. તેમણે સુરત, ભાવનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં હાજરી આપી હતી. અહીં મોદી સ્ટેડિયમ…
ADVERTISEMENT
અંબાજીઃ વડાપ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સુપર એક્ટિવ રહ્યા છે. તેમણે સુરત, ભાવનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં હાજરી આપી હતી. અહીં મોદી સ્ટેડિયમ ખાતે ખાસ રંગારંગ કાર્યક્રમમાં દેશને સ્પોર્ટ્સ જગતમાં નવી ભેટ આપ્યા પછી હવે તેઓ 30 સપ્ટેમ્બરે અંબાજી મંદિરે માતાજીના દર્શનાર્થે જશે. અહીં વડાપ્રધાન અંબા માતાનાં શરણે જશે અને તેમના ચરણોમાં શરણ લેશે. ઉલ્લેખનીય છે કે ત્યારપછી PM મોદી ગબ્બર પર સંધ્યા મહાઆરતીમાં હાજરી આપશે. તેમના આ પ્રવાસને ધ્યાનમાં રાખતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
PM મોદીના સ્વાગતની ખાસ તૈયારી
ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશન ટીમના ખેલાડીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાઈ શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી રહી નથી, પરંતુ અટકળો સેવાઈ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે બ્લાઈન્ડ ટીમના દિવ્યાંગો વડાપ્રધાન મોદીને ક્રિકેટ બોલ આપીને સ્વાગત કરશે. જેમાં 12 ખેલાડીઓ હાજરી આપી શકે છે.
તૈયારીઓને આખરી ઓપ અપાઈ
વડાપ્રધાન માતા અંબાના શરણે આવી રહ્યા છે ત્યારે એક બાજુ તંત્ર પણ એને લઈને તડામાર તૈયારી હાથ ધરી રહ્યું છે. અહીં વડાપ્રધાન જ્યાં સભાને સંબોધન આપશે ત્યાં 30 હજારથી વધુ ખુરશીઓ તેમજ સોફાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસને પણ અહીં ચુસ્ત બંદોબસ્ત માટે ગોઠવી દેવાઈ છે.
ADVERTISEMENT
બોર્ડર વિસ્તારોમાં કડક તપાસ
PM મોદીના આગમન પૂર્વે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં લોકોની તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અંબાજીથી આબુરોડ સુધી જવાના છે. જેના પગલે બોર્ડર વિસ્તારની તમામ ચોકીને એલર્ટ મોડ પર કામ કરવાની સૂચના મળી ગઈ છે. ત્યારે બીજી બાજુ અત્યારે ત્યાંથી અવર જવર કરી રહેલા વાહનોનું સઘન ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT