PM મોદીએ આણંદમાં કોંગ્રેસનું નામ લઈને ભાજપના કાર્યકરોને ચેતવ્યા, કહ્યું- ચૂંટણીમાં ભ્રમમાં ન રહેતા…
આણંદ: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચમાં 8200 રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા બાદ બપોરે આણંદમાં જનસભાને સંબોધી હતી.…
ADVERTISEMENT
આણંદ: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચમાં 8200 રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા બાદ બપોરે આણંદમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાનની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં તેમણે ફરીથી ગુજરાતના અર્બન નક્સલનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે કોંગ્રેસનું નામ લઈને ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરોને ચેતવ્યા હતા.
કોંગ્રેસનું નામ લઈને કાર્યકરોને ચેતવ્યા
PM મોદીએ કહ્યું કે, આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી હોય એવું મને લાગે છે. મેં તપાસ તો નથી કરી પણ પહેલી નજરે લાગે છે. પહેલા તો કોંગ્રેસવાળા હાકલા પડકાર કરે. જોઈ લઈશું અને પાડી દઈશું. 20 વર્ષમાં કંઈ થયું નહીં એટલે હવે સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી. પણ ઠંડી તાકાતથી ગામો ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જૂની ચાલાકીઓ ભરપૂર અજમાસ કરી રહ્યા છે. બોલ્યા-ચાલ્યા વિના કરી રહ્યા છે. એટલે તમે છાપામાં ન આવતું હોય, પ્રેસ કોન્ફરન્સ ન કરતા હોય, ભાષણ ન કરતા હોય તોય ભ્રમમાં ન રહેતા. સતર્ક રહેજો. આ કોંગ્રેસની નવી ચાલ છે અને બેઠી તાકાતથી એ નીચે ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેં બરાબર તપાસ કરી છે કે આ લોકો ક્યાં ફરે છે ખાટલા બેઠકો કરે છે.
કોંગ્રેસ ગામે ગામ જઈને ઝેર ભરવાનું કામ કરી રહ્યું છે
તેમણે આગળ કહ્યું કે, મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે કરવું પડે પણ આપણે સતર્ક રહેવું પડે. આપણે ભ્રમમાં રહીએ એમની સભા નહોતી થઈ, એમની પ્રેસ કોન્ફરન્સ નહોતી થઈ, એ છાપામાં કંઈ બોલતા નથી. એટલાથી હિસાબ કિતાબ ન કરતા ભાઈ. એ માટે થઈ આવનારી ચૂંટણીમાં સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અમપમાનિત કરવાનો મોકો નથી છોડતી. એમણે નવી રાજનીતિ અપવાની છે. ગામે ગામ જઈને ઝેર ભરવાની. દરેક વસ્તુનો જુદો અર્થ કરીનો લોકોને સમજાવવાની. આને બરાબર પારખીને આપણે આપણી રણનીતિમાં થોડા નવા પાસા ઉમેરવા જ પડશે. ઘરે ઘરે જઈને કોંગ્રેસના ષડયત્રને નિષ્ફળ કરવાની છે આપણે.
ADVERTISEMENT
ADVERTISEMENT