‘કોંગ્રેસવાળાને તો આ દેશમાં આદિવાસીઓ છે તેની ખબર જ નહોતી’, જંબુસરમાં ફરી ગરજ્યા PM

ADVERTISEMENT

gujarattak
social share
google news

જંબુસર: ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીની એક બાદ એક જનસભાઓ સંબોધી રહ્યા છે. પહેલા સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર મેધા પાટકર મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. આ બાદ જંબુસરમાં પણ PMએ જનસભા સંબોધી અને અહીં આદિવાસી સમાજને લઈને ફરીથી તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

કોંગ્રેસને આદિવાસી સમાજ મુદ્દે ઘેરી
PMએ કહ્યું કે, આદિવાસી ભાઈઓના કલ્યાણ, આત્મનિર્ભરતા આવે. ગુજરાતની પ્રગતિમાં આદિવાસી ભાગીદાર બને એ માટે અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસવાળાને તો આ દેશમાં આદિવાસીઓ છે તેની ખબર જ નહોતી. ભગવાન રામના જમનામાં આદિવાસીઓ હતા, કૃષ્ણના જમાનામાં હતા. 1857ની લડાઈમાં યોગદાનમાં આદિવાસીઓ હતા. દેશ માટે આદિવાસી ભાઈ-બહેનોએ આટલું બધુ કર્યું, પરંતુ આ કોંગ્રેસવાળાને ખબર નહોતી કે આદિવાસીઓ હતા. નહીંતર અટલ સુધીની સરકાર ન બની ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ મંત્રાલય નહોતું. અટલજીની સરકારે આદિવાસીઓ માટે મંત્રાલય બનાવ્યું, બજેટ બનાવ્યું અને તેમના કલ્યાણ માટે કામ કર્યું.

કોંગ્રેસે આદિવાસીઓના પહેરવેશ પર મજાક ઉડાવ્યો
વડાપ્રધાને આગળ કહ્યું કે, આ કોંગ્રેસના લોકો તો અત્યાર સુધી કોઈ મને આદિવાસી જેકેટ પહેરાવે કે પાઘડી પહેરાવે તો મજાક ઉડાવતા હતા. આદિવાસીઓના પહેરવેશ પર મજાક ઉડાવનારી આ કોંગ્રેસ પાર્ટી અને તેમના આ કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે આદિવાસીઓનું અપમાન કરનારા લોકો પાસેથી તેમના કલ્યાણની કલ્પના જ ન કરી શકાય. કોંગ્રેસે આદિવાસીઓને એમના હાલ પર છોડી દીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT