‘કોંગ્રેસે ગુજરાત અલગ થયું તે પહેલા મરાઠા અને ગુજરાતને લડાવવાનું કામ કર્યું’, PMના ફરી કોંગ્રેસ પર ચાબખા
ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ તમામ રાજકીય પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ચૂંટણીને લઈને આજે…
ADVERTISEMENT
ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ તમામ રાજકીય પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ચૂંટણીને લઈને આજે PM મોદી આજે ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનસભાને સંબોધીને ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને 20 વર્ષ પહેલાના ગુજરાતની યાદ અપાવી હતી.
કોંગ્રેસનો ભાગલા પાડો ને રાજ કરોનો વિચાર
આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ગુજરાતને ઉપર પહોંચાડવાનું તે નક્કી કરવાની આ ચૂંટણી છે. ગુજરાતમાં વારંવાર ભાજપને કેમ લાવવામાં આવે છે તે વડીલોને ખબર છે. પહેલા ગુજરાતને વેરવિખેર કરવા કેવા પ્રયત્નો થતા. કોંગ્રેસ પાર્ટીની મૂળભૂત વિચાર છે કે ભાગલા પાડો ને રાજ કરો. આ કોંગ્રેસની ચાલાકીના કારણે એક જમાનામાં ગુજરાત અલગ નહોતુ થયું ત્યારે મરાઠા અને ગુજરાતને લડાવવાનું કામ ગુજરાતે કર્યું. ગુજરાત બન્યું તો કાઠિયાવાડ અને ગુજરાતને લડાવવાનું કામ કર્યું. આ જ પાપ કર્યા અને તેનું નુકસાન નુકસાનને ઉઠાવવું પડ્યું. ગુજરાતના લોકો આ ખેલ સમજી ગયા અને એકતાનો રસ્તો ઉપાડ્યો. આ કારણે જ એક જમાનામાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થતા. આજે 20 વર્ષથી ગુજરાત વિકાસ કરી રહ્યું છે. ભાજપના આવવા બાદ સ્થિતિ બદલાણી. ગુજરાત એક થતા વિભાજન કરનારી શક્તિને પગપેસારો કરવાની તક ન મળી એના કારણે કોંગ્રેસની વિદાય થઈ.
કોંગ્રેસને સજા કરવાની જરૂર છે
ગુજરાતમાં કોંગ્રેસે નર્મદા યોજના રોકી તરસ્યું મારવાનો પ્રયાસ કર્યો. જે લોકોએ ગુજરાતનું પાણી રોકવાનો પ્રયાસ કર્યો તેની સાથે બેસાય પણ ખરું? આ લોકો ખભે હાથ મૂકીને ફોટો પડાવે છે. આ ગુજરાત એક વાવ બનાવનારા લાખા વણજારાને પણ યાદ રાખે છે. તમે તો અમને તરસ્યા મારવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે કોંગ્રેસને સજા કરવાની જરૂર છે.
ADVERTISEMENT
સુરતની રેલી વિશે શું કહ્યું?
ગઈકાલે સાંજે સુરતમાં મારી સભા હતી. સભા સ્થળ 30 કિલોમીટર દૂર હતું, પરંતુ આખું સુરત રોડ પર ઉતરી આવ્યું હતું. પાછો નક્કી કરેલો રોડ શો પણ નહોતો. ગઈકાલે સાંજે સુરતમાં જે મેં દ્રશ્ય જોયું જેમ અફાટ સમુદ્ર હોય, તેની લહેરોની વચ્ચે એક નાવડું ચાલતું હોય તે આખા જનસાગરની વચ્ચે મારો નાનકડો કોન્વોય પસાર થયો. મારા માટે હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો હતા. આજે પાલીતાણામાં પણ એવો જ ઉમંગ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT