‘ઓ હો…હો…હો… આજે તો કેસરીયો સાગર હિલોળા લઈ રહ્યો છે, વટ પાડી દીધો: આણંદમાં બોલ્યા PM

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદ: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચમાં 8200 રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા બાદ બપોરે આણંદમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાનની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં તેમણે ફરીથી ગુજરાતના અર્બન નક્સલનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે આજના યુવાઓને પણ સંબંધોની ચેતવ્યા હતા.

સભા સ્થળે મોટી સંખ્યામાં પહોંચ્યા લોકો
વડાપ્રધાને આણંદમાં માનવ મહેરામણ જોઈને કહ્યું કે, આજે કેસરીયો સાગર હિલોળા રહી રહ્યો છે. જ્યાં જ્યાં નજર પહોંચે કેસરીયો સાગર પાડી દીધો. વટ પાડી દીધો. આમેય આ સરદાર સાહેબની ભૂમિ છે. કાયમ વટ પાડે. સરદાર સાહેબે રાજા-રજવાડાઓ એક કર્યા, પણ એક કાશ્મીર બીજા ભાઈએ હાથમાં લીધું. પછી તમે જુઓ છે શું કર્યું. સરદાર સાહેબના પદચિહ્નો પર ચાલતા મેં કાશ્મીરની સમસ્યા પણ પૂરી કરી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી દીધી. ગુજરાત અને ભાજપનો અતૂટ નાતો છે. ગુજરાતની વાત કરે તો ભાજપ દેખાય, ભાજપની વાત કરે તો ગુજરાત દેખાય. આ સંબંધ માત્ર રાજકારણનો નથી. દિલનો પ્રમે છે. તમે જ આ કમળને તમારો પરસેવો પાડીને ખીલતું રાખ્યું છે.

તેમણે કહ્યું, આજે ગુજરાતનો એક-એક બાળક જાણ છે, ગુજરાત ભાજપ એટલે સેવા. ગુજરાત ભાજપ એટલે માતા-બેહેનો મહિલાઓની સુરક્ષા, ગુજરાત ભાજપ એટલે શાંતિ. ગુજરાતમાં ભાજપ એટલે વ્યાપાર, કારોબાર માટે ઉત્તમ વાતાવરણ, હુલ્લડને મુક્તિ, કર્ફ્યૂને દેશવટો, સમાજને તોડવાવાળી તાકાત પક જીવલેણ પ્રહાર કરવાની શક્તિ. ગુજરાત ભાજપ એટલે શાંતિપૂર્વક લોકોના ઉત્સવો, તહેવારો ઉજવાય, ગરબા થાય અને તાજિયા પણ થાય. ગુજરાત ભાજપ એટલે સૌનો સાથ, સૌનો વિકાસ. તમે જેટલો સાથ આપ્યો અમે એટલો વિકાસ આપ્યો.

ફરી યુવાનોને સંબોધીને કરી વાત
આપણા દીકરા-દીકરીઓ છે એમને ખબર હશે પહેલા ગુજરાતની કેવી દશા હતા. 20-22 વર્ષ પહેલા આપણે કેવો કઠણ સમય કાઢવો પડતો હતો. આજે ગુજરાતની દીકરી ભણી-ગણીને આગળ વધી રહી છે. રાત-રાત સુધી દીકરી સ્કૂટી લઈનેબહાર જાય. એ તો મોડેથી આવી જશે. આ વાત ગુજરાતને ન સમજાય. આપણે ગુજરાતને મુસીબતોમાંથી બહાર કાઢ્યું. આજે પ્રગતિની રાહ પર આપણે જઈ રહ્યા છીએ. મંદિરોમાં બજારમાં જવાનો કોઈ ખતરો નહીં. ગામે ગામે પાકા રસ્તા બનાવ્યા, નેશનલ હાઈવે મજબૂત કર્યા. ઘેર ઘેર ખેતરો સુધી પાણી પહોંચાડ઼વા કામ કર્યું. 20 વર્ષ પહેલા એવું હતું ગુજરાતમાં કેટલાક ડેમ એવા બન્યા કે પાણી લઈ જવા કેનાલ જ નહોતી બનાવી. આ કામ 20 વર્ષ પહેલા આપણે શરૂ કરીને પૂરું કરવું પડ્યું. આજે તેના કારણે કૃષિ વિકાસમાં 9-10 ટકા એગ્રો પ્રોડક્ટમાં ગ્રોથ કરવા માડ્યું.

ADVERTISEMENT

કોંગ્રેસવાળા મળે તો પૂછજો
અર્બન નક્સલોએ સરદાર ડેમમાં સરદાર સાહેબનું સપનું પૂરૂં થતા કેટલા વર્ષો સુધી અટકાવ્યું. તમને કોઈ કોંગ્રેસવાળા મળે તો પૂછજો સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવ્યું છે, દુનિયામાં સરદાર સાહેબનું આટલું મોટું સન્માન થયું છે. તમે કોંગ્રેસવાળા કોઈ દિવસ ગયા ખરા? ગુજરાતે વીજળીના ક્ષેત્રે 20 વર્ષમાં અલગ-અલગ માધ્યમો દ્વારા વીજળીનું ઉત્પાદન કર્યું છે. ક્ષમતા 20 વર્ષમાં ડબલ કરી નાખ્યું. 20 વર્ષમાં દૂધનું ઉત્પાદન અઢી ગણું થઈ ગયું. અનાજનું ઉત્પાદન ડબલ થઈ ગયું. ફળ-શાકભાજીનું ઉત્પાદન 3 ગણું થઈ ગયું. 8 વર્ષમાં ડબલ એન્જિનની આ સરકાર ખેડૂતો, પશુપાલન બધાને લાભ કરાવ્યો છે. હવે કિસાન ક્રેડિટનો લાભ પશુપાલકોને પણ મળે તેવું નક્કી કર્યું છે. ગયા 20-22 વર્ષમાં વિકાસના પાટા પર એન્જિન કોણ બન્યું? તો આપણું ગુજરાત દેખાણું છે. ગુજરાતના વિકાસનું નામ સાંભળીને કેટલાક લોકોને ચીડ ચડે છે. આજે ગુજરાતમાં વંદે ભારત ટ્રેન ચાલુ થઈ. આ સેમી સ્પીડ છે. સુપર ફાસ્ટવાળી આવવાની છે. લોકોને એમાં પણ તકલીફ થાય છે. ભાજપ ગુજરાતના લોકોની સેવા માટે ગૌરવનો ધ્વજ વાહન બની આજે દિવસ-રાત મહેનત કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT