મોરબી દુર્ઘટના: ઘડિયાળ, કેલ્ક્યુલેટર બનાવતી કંપનીને બ્રિજ રિપેરિંગનું કામ કેમ અપાયું? HCમાં વધુ એક અરજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીમાં મચ્છુ નદી પર ઐતિહાસિક ઝુલતો બ્રિજ તૂટી જવાની દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો. આ મામલે હવે હાઇકોર્ટમાં વધુ એક અરજી કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ઓરેવા કંપની પાસે બ્રિજ રિપેર કરવાનો અનુભવ ઓછો હોવા છતાં પણ નગરપાલિકાએ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો. ઓરેવા ગ્રુપની જ અજન્ટા મેન્યુફેક્ચરિંગ કંપની પાસે ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને હોમ એપ્લાયન્સની વસ્તુઓ બનાવવાનો અનુભવ છે તો પછી સરકારે બ્રિજ રિપેરિંગનું કામ તેને કેમ સોંપ્યુ? આ મામલે તપાસ થવી જોઈએ.

અગાઉની દુર્ઘટનામાં પણ સરકારે દોષિતો પર પગલા ન લીધો હોવાનો ઉલ્લેખ
અરજીમાં આગળ રજૂઆત કરાઈ છે કે, સરકારે આ પહેલા પણ રાજ્યમાં બનેલી અને દુર્ઘટનાઓમાં જવાબદારો સામે પગલા લીધા નથી. કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટના, સુરતમાં બ્રિજ તૂટવાની તથા તક્ષશિલા આર્કેડમાં આગનો બનાવ, ભુજોડી ઓવરબ્રિજ, સાઉથ બોપલમાં બ્રિજ તૂટી જવો સહિતની કેટલીય ઘટનાઓમાં સરકારે કમિટી બનાવી પરંતુ કોઈ વ્યક્તિ સામે પગલા લેવાયા નથી. મોરબી દુર્ઘટનામાં પણ સરકારની બનાવેલી SIT વિખેરીને NIAને આ મામલે તપાસ સોંપવાની માગણી કરવામાં આવી છે.

જાહેર હિતની અરજીમાં બીજું શું કહેવાયું છે?
હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીમાં રજૂઆત કરી છે કે, સરકારની કમિટી વિખેરીને NIA પાસે આ દુર્ઘટનાની તપાસ સોંપવામાં આવે. સાથે જ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ.25 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવા કહેવાયું છે.

ADVERTISEMENT

જાહેર હિતની અરજીમાં આગળ રજૂઆત કરાઈ છે કે, મોરબી નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા વિના જ ઓરેવા ગ્રુપને પુલનો કોન્ટ્રાક્ટ આપી દીધો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી ઝુલતા પુલની સ્ટ્રક્ચરલ ડિઝાઈન પણ મેળવાઈ નહોતી અને પુલના સ્ટ્રક્ચરલ ડિઝાઈન સહિતના પાસાઓની પણ પૂરતી ચકાસણી કરી નહોતી કે કરાવી નહોતી.

    follow whatsapp

    ADVERTISEMENT