Mp Road Accident: મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભયાનક અકસ્માત, 14 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

 Mp Road Accident
શ્રીમંતમાંથી ઘરે આવી રહેલા 14 લોકોને ભરખી ગયો કાળ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત

point

પીકઅપ પલટી મારી જતા 14 લોકોના મૃત્યુ

point

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ

Mp Road Accident: મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 14 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શાહપુરા પોલીસ સ્ટેશન અને બિચિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝર ઘાટમાં સર્જાઈ હતી. જેમાં પીકઅપ વાહનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા પીકઅપ પલટી મારી ગયું હતું. જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

વાહન પલટી મારી જતા 14ના મોત 


મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકો શ્રીમંતમાંથી પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને શાહપુરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. આ મામલે ડિંડોરીના કલેક્ટર વિકાસ મિશ્રાએ જણાવ્યું કે, 'ડિંડોરીના બડઝાર ઘાટ પર એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી જતાં 14 લોકોનાં મોત થયાં અને 20 લોકો ઈજાગ્રસ્ત થયાં. ઈજાગ્રસ્તોને શાહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.'

મુખ્યમંત્રી યાદવે વ્યક્ત કર્યો શોક

રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં સર્જાયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT